Not Set/ બનાસકાંઠા/ બાળસખા યોજનામાંથી ડૉક્ટરોના રાજીનામા, બાળકોની સારવાર હવે કોણ કરશે..?

છેલ્લા 9 માસ થી ડોકટરોને નથી મળ્યું વળતર બાળ સખા યોજનાના કારણે નવજાત બાળકો થતો હતો લાભ એક તરફ સરકાર પોષણ અભિયાન ચલાવી રહી છે જ્યારે બીજી તરફ નવજાત બાળકોને આશિર્વાદ રૂપ બાળ સખા યોજના બંધ થવાના એરણે નવજાત બાળકોને સારવાર ન મળતા વધી શકે છે મૃત્યુદર એકબાજુ રાજ્યમાં બબાળ મૃત્યુ દર ચિંતાજનક રીતે વધી […]

Gujarat Others
  • છેલ્લા 9 માસ થી ડોકટરોને નથી મળ્યું વળતર
  • બાળ સખા યોજનાના કારણે નવજાત બાળકો થતો હતો લાભ
  • એક તરફ સરકાર પોષણ અભિયાન ચલાવી રહી છે જ્યારે બીજી તરફ નવજાત બાળકોને આશિર્વાદ રૂપ બાળ સખા યોજના બંધ થવાના એરણે
  • નવજાત બાળકોને સારવાર ન મળતા વધી શકે છે મૃત્યુદર

એકબાજુ રાજ્યમાં બબાળ મૃત્યુ દર ચિંતાજનક રીતે વધી રહ્યો છે, હાલ માં જ ગુજરાતની વિવિધ હોસ્પીટલના બાળ મરણના આંકડા એ ગુજરાતની જનેતાની ચિંતા વધારી દીધી હતી. ત્યાં વધુ એક ચોકાવનારા સમાચાર આવ્યા છે.

બનાસકાંઠામાં બાળ રોગ નિષ્ણાંત ડોકટરોએ બાળ સખા યોજના-3 માંથી રાજીનામું આપ્યું હતું.  છેલ્લા 9માસથી ડોકટરોને વળતર ન મળતાં રાજીનામું આપ્યું હતુ.  ઉલ્લેખનીય છે કે બાળ સખા યોજનામાંથી 25 જેટલા ડોકટરોએ રાજીનામું આપતાં બાળકોની સારવાર અટકી પડી છે. ખાસ વાત તો એ છે કે બાળ સખા યોજનાને કારણે નવજાત બાળકોને લાભ મળતો હતો. એક તરફ સરકાર પોષણ અભિયાન ચલાવી રહી છે જ્યારે બીજી તરફ નવજાત બાળકોને આશિર્વાદ રૂપ બાળ સખા યોજના બંધ થવાના એરણે હોય તેમ લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.