Business News : ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજીના ભાવમાં ઘટાડાને કારણે જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ઘટીને 2.31 % થયો. આજે (શુક્રવારે) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંબંધિત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2024 માં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવો 2.37 % હતો. જાન્યુઆરી 2024 માં તે 0.33 % હતો.
માહિતી અનુસાર જાન્યુઆરીમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો ઘટીને 5.88 % થયો, જે ડિસેમ્બર 2024માં 8.47 % હતો. શાકભાજીનો ફુગાવો ડિસેમ્બર 2024 માં 28.65 %થી નોંધપાત્ર રીતે ઘટીને 8.35 % થયો. જાન્યુઆરીમાં બટાકાનો ફુગાવો 74.28 %ના ઊંચા સ્તરે રહ્યો અને ડુંગળીનો ફુગાવો 28.33 % થયો. જાન્યુઆરીમાં ઇંધણ અને વીજળી શ્રેણીમાં 2.78 %નો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ડિસેમ્બરમાં 3.79 %નો ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્પાદિત ચીજવસ્તુઓમાં ફુગાવો ડિસેમ્બર 2024 માં 2.14 %ની સરખામણીમાં 2.51 % રહ્યો.
જાહેર થયેલા છૂટક ફુગાવાના આંકડા દર્શાવે છે કે ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થવાને કારણે જાન્યુઆરીમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવો ઘટીને 4.31 % થયો છે, જે 5 મહિનાનો સૌથી નીચો સ્તર છે.
આ પણ વાંચો: માર્ચ મહિનામાં છૂટક ફુગાવાનો દર 4.85 ટકા હતો, જે 10 મહિનામાં સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો
આ પણ વાંચો: સતત છઠ્ઠા મહિને જથ્થાબંધ ફુગાવાનો દર માઇન્સમાં
આ પણ વાંચો: ફુગાવાના મોરચે રાહત, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં સતત ચોથા મહિને નકારાત્મક રહ્યો
