ધાર્મિક/ શા માટે મંદિરોમાં કરવામાં આવે છે ઘંટનાદ, જાણો તેમના પાછળના કારણો…

ઘંટમાંથી નીકળતા અત્યંત પ્રિય નાદથી પ્રસન્ન થઈને પ્રાચીન કાળમાં તેને પવિત્ર મંદિરમાં સથાન આપવામાં આવ્યું. આ રીતે ભક્તો મંદિરમાં પ્રવેશતાની સાથે જ ઘંટ વગાડીને તેની તરંગોમાં લીન થઈને પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય છે અને તેને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે.

Religious Dharma & Bhakti
Untitled 20 શા માટે મંદિરોમાં કરવામાં આવે છે ઘંટનાદ, જાણો તેમના પાછળના કારણો...

આદિ-અનાદિ કાળથી ચાલ્યો આવતો ભારતનો ઇતિહાસ અત્યંત ભવ્ય અને વૈવિધ્યથી ભરેલો છે. તેથી જ તેના સમયની સાથે સાથે ચાલી આવતી તેની પરંપરાઓ પણ એટલી જ જૂની અને ભવ્ય છે. આપણાં પૂર્વજો, ઋષિમુનિઓ અને બૌદ્ધિકોએ આપનું જીવન સરળ અને સુખમય રહે તે માટે થઈને કેટલીક પરંપરાઓ અને રીતિ-રિવાજનું નિર્માણ કર્યું હતું.

પરંતુ આ તમામનું જોડાણ માત્ર તેની ધાર્મિક માન્યતાઓ પૂરતું જ સીમિત ન હતું,. દરેક રીતરિવાજ પાછળ કોઈને કોઈ સામાજિક કે વૈજ્ઞાનિક કારણ રહેતું હતું. આજે આપણે આવી જ કોઈ એક પરંપરા વિશે જાણવાની કોશિશ કરીશું.મનુષ્યની અંદર રહેલી લાગણીઓ અને ઊર્મિઓ સાથે સંગીતનો નાતો અત્યંત જૂનો છે. જ્યારે આદિમાનવ કોઈ પણ વસ્તુમાં સફળતા મેળવતો હતો ત્યારે તે પણ નાચીને, વિવિધ અવાજ કરીને અને બે હાથે તાળીઓ પાડીને પોતાની ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરતો હતો.

Untitled 21 શા માટે મંદિરોમાં કરવામાં આવે છે ઘંટનાદ, જાણો તેમના પાછળના કારણો...

આમ પ્રાચીન કાળમાં તાંબા અને પિતળના મિશ્ર ધાતુના ઘંટ બનાવવામાં આવ્યા અને તેમાંથી નીકળતા અવાજ અને તરંગોમાં ‘ૐ’ પ્રતિસાદ સંભળાયો. ઘંટમાંથી નીકળતા અત્યંત પ્રિય નાદથી પ્રસન્ન થઈને પ્રાચીન કાળમાં તેને પવિત્ર મંદિરમાં સથાન આપવામાં આવ્યું. આ રીતે ભક્તો મંદિરમાં પ્રવેશતાની સાથે જ ઘંટ વગાડીને તેની તરંગોમાં લીન થઈને પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય છે અને તેને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે.

વૈજ્ઞાનિક કારણ
ધંટનાદનું જો વૈજ્ઞાનિક કારણ સમજવાની કોશિશ કરીએ તો તેના અવાજમાંથી નીકળતી તરંગો શરીરમાં સકારાત્મક ઉર્જાનું સંચાર કરે છે. માનસિક શાંતિ આપે છે. ભગવાનની ભક્તિ કરવામાં એકાગ્રતામાં વધારો કરે છે. આમ તમામ બાબતોથી માનવીનું મન શાંત થાય છે અને પોતાના રોજિંદા જીવનમાં તેને સુખ-શાંતિ અને એકાગ્રતાનનો અહેસાસ કરાવે છે.

સામાજિક કારણ
ઘંટનાદ પાછળ એક સામાજિક તારણ પણ કાઢવામાં આવ્યું છે કે જ્યારે પહેલાના સમયમાં આધુનિક વાહનો ન હતા તે સમયે લોકો લાંબી યાત્રાઓ પણ પગપાળા કે બળદ ગાડા કે ઘોડા ગાડીમાં કરતાં હતા. તો જો એમાં પણ કોઈ યાત્રીઓને રાતવાસો કરવો હોય, આરામ કરવો હોય તો મંદિરના ઘંટનાદ તેમને સંકેતો આપતા હતા આજુ બાજુમાં કોઈ ગામ કે વસ્તી છે. અને ઘંટનાદ તરફ તેઓ ચાલવાનું શરૂ કરી દેતા હતા.

Untitled 22 શા માટે મંદિરોમાં કરવામાં આવે છે ઘંટનાદ, જાણો તેમના પાછળના કારણો...