બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસને સ્ટાફે ગયા વર્ષે મે મહિનામાં કોવિડ-19 પ્રતિબંધોને તોડીને પાર્ટીનું આયોજન કર્યું હતું, જેના કારણે બ્રિટિશ રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. આ પાર્ટી પ્રિન્સ ફિલિપના અંતિમ સંસ્કારની પૂર્વ સંધ્યાએ કરવામાં આવી હતી. કોવિડ પ્રતિબંધોને પગલે રાણી એલિઝાબેથ II એ પોતે રાજકુમારના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો. તે દરમિયાન બ્રિટનમાં રાષ્ટ્રીય શોક હતો, તેમ છતાં, યુકે સરકારે આ પાર્ટીનું આયોજન કરવા બદલ શુક્રવારે રાણીની માફી માંગી હતી. આ મુદ્દે તમામ વિપક્ષી પાર્ટીઓ પીએમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
બ્રિટિશ વડા પ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું: “તે ખૂબ જ ખેદજનક છે કે આ બધું રાષ્ટ્રીય શોક દરમિયાન થયું છે. સરકારે રાણીની માફી માંગી છે.” કોરોનાના કારણે પ્રિન્સ ફિલિપના અંતિમ સંસ્કાર દરમિયાન માત્ર 30 લોકો જ તેમાં ભાગ લઈ શક્યા હતા. પ્રતિબંધોને કારણે રાણીને ચર્ચના એક રૂમમાં એકલા બેસવાની ફરજ પડી હતી. ત્યાં હાજર તમામ લોકોએ નિયમોનું ચુસ્તપણે પાલન પણ કર્યું હતું. આ જ કારણ છે કે પીએમના સ્ટાફનો આ મામલો સામે આવ્યા બાદ વિવાદનું મોટું કારણ બની રહ્યું છે.
હાલમાં જ વડાપ્રધાન બોરિસ જોનસન પણ સંસદમાં આ મુદ્દે માફી માંગી હતી, જે બાદ રાજકારણ ગરમાયું છે અને વિપક્ષી દળો વડાપ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. મુખ્ય વિપક્ષી લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર એન્જેલા રેનરે જણાવ્યું હતું કે “રાણી દુઃખની ઘડીમાં એકલી બેઠી હતી અને દેશના તમામ લોકોએ વ્યક્તિગત નુકસાન છતાં રાષ્ટ્રીય હિતમાં નિયમોનું પાલન કર્યું હતું.” રૈનાએ કહ્યું કે વડાપ્રધાન અને સ્ટાફના આ વર્તન માટે તેમની પાસે શબ્દો નથી.
