મહાભારત/ કુંતીએ કાંટાળી જીન્દગીનું વરદાન  કેમ માગ્યું

કુંતીએ શ્રીકૃષ્ણને કહ્યું, “કેશવ, મને જો સુખની જીન્દગી મળી જશે તો કદાચ હું સતત તમારું સ્મરણ ન કરું. જો તમે મને વરદાન આપવા માંગતા હો તો કંટક ભરી જીન્દગી આપો જેથી મુશ્કેલીઓ વચ્ચે હું હર પળ તમારું જ સ્મરણ કરતી રહું”.

Religious Dharma & Bhakti
કુંતીએ

પાંડવોના માતા કુંતી એ ભગવાન શ્રીકૃષ્ણના ફોઈ થાય. તેઓ શ્રીકૃષ્ણના પિતા વાસુદેવના બહેન હતા. કુંતીએ એમની જીન્દગીમાં ભાગ્યે જ સુખના દિવસો જોયા હતા. એમણે ઘણી યુવાન વયમાં જ એમના પતિ પાંડુને ગુમાવ્યા હતા. એમના પુત્રો પાંડવો સાથે એમણે અનેક વર્ષો વનવાસમાં વિતાવ્યા હતા.

દેખીતી રીતે જ શ્રીકૃષ્ણને એમના ફોઈ કુંતી માટે ઘણું દુ:ખ થતું. કારણકે તેઓ એમના સ્વજનો માટે કાંઈ પણ કરવા સમર્થ હતા તેમ છતાં એમના જ ફોઈને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. એક દિવસ એમણે ફોઈ કુંતીને કોઈ વરદાન માંગવા કહ્યું.

કુંતીએ શ્રીકૃષ્ણને કહ્યું, “કેશવ, મને જો સુખની જીન્દગી મળી જશે તો કદાચ હું સતત તમારું સ્મરણ ન કરું. જો તમે મને વરદાન આપવા માંગતા હો તો કંટક ભરી જીન્દગી આપો જેથી મુશ્કેલીઓ વચ્ચે હું હર પળ તમારું જ સ્મરણ કરતી રહું”.

સામાન્ય રીતે આપણે આપણા સુખના દિવસોમાં ભગવાનને યાદ નથી કરતા હોતા. માત્ર મુશ્કેલીઓ આવે ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ છીએ. કુંતી એમની જીન્દગીની એક પણ પળ શ્રીકૃષ્ણના સ્મરણ વિના કાઢવા નહોતા માંગતા એટલે જ એમણે મુશ્કેલીઓ વાળી જીન્દગીનું વરદાન માગ્યું.

આ પણ વાંચો:છેલ્લી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને શ્રેણી પણ જીતી,વિરાટ અને સૂર્યકુમારની વિસ્ફોટક ઇનિંગ્સ

આ પણ વાંચો:અજય માકન રાજસ્થાનના ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરશે,સોનિયા ગાંધીએ આપ્યા નિર્દેશ

આ પણ વાંચો: પિતા કરી શકે છે દીકરી સાથે લગ્ન, અહીં મહિલાઓ માટે છે ખૂબ જ ભયાનક કાયદો