Politics/ BJP ની સહયોગી પાર્ટી JJP નાં MLA ને કેમ લાગી રહ્યો છે જનતા વચ્ચે જવામાં ડર? જાણો

કોંગ્રેસ પાર્ટી બુધવારે એટલે કે આજે હરિયાણાની ખટ્ટર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની છે.

Top Stories India
ગરમી 6 BJP ની સહયોગી પાર્ટી JJP નાં MLA ને કેમ લાગી રહ્યો છે જનતા વચ્ચે જવામાં ડર? જાણો

કોંગ્રેસ પાર્ટી બુધવારે એટલે કે આજે હરિયાણાની ખટ્ટર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની છે. અવિશ્વાસ પ્રસ્તાવ પૂર્વે ભાજપની સહયોગી પાર્ટી જેજેપીની અંદર બળવો થઇ રહ્યો હોય તેવુ સંભળાઇ રહ્યુ છે. જેજેપીનાં ધારાસભ્ય દેવેન્દ્રસિંહં બબલીની અંદર ભાજપને બળવો કરવાના સુર સંભળાઇ રહ્યા છે. ત્યારે તે સમજવુ ખૂબ જરૂરી છે કે, જેજેપીનાં ધારાસભ્ય દેવેન્દ્રસિંહ બબલી કયા મુદ્દે બળવો કરતા હોવાનુ ભાજપ પક્ષનું માનવુ છે.

Political / CM મમતા બેનર્જી આજે નંદીગ્રામ સીટમાં નામાંકન કરશે, એક સમયે પોતાના સહાયક શુભેન્દુ અધિકારીનો સામનો

મીડિયા સાથે વાત કરતા જેજેપી ધારાસભ્ય દેવેન્દ્રસિંહ બબલીએ કહ્યું કે, હવે તેમના પક્ષે મહાગઠબંધન તોડવું જોઈએ. જનતા આપણાથી ખુશ નથી, તેમને ગામમાં પ્રવેશવા પણ દેતી નથી, તેઓ તેમની વચ્ચે જાય તો તેમને માર મારવામાં આવશે. તેમણે કહ્યું, ‘જો સરકાર મારા એકલાનાં મત સાથે પડી જાય છે તો હું તે આજે જ કરીશ. શું સંદેશ જશે? પૂરા પક્ષે એક સ્ટેન્ડ લેવુ જોઈએ. એવી સ્થિતિ ઉભી થઈ ગઇ છે કે લોકો અમને ગામમાં પ્રવેશવા દેતા નથી. અમારે લોકોની વચ્ચે પોતાને બચાવવા માટે લોખંડનું હેલ્મેટ રાખવાની જરૂરી છે.

Political / BJP રાષ્ટ્રીય મહાસચિવે જણાવ્યું…આ કારણ થી CM ત્રિવેન્દ્રમ સિંહ રાવતે આપ્યું રાજીનામું

દેવેન્દ્રસિંહ બબલીએ કહ્યું કે, ડેપ્યુટી સીએમ ઉંચાના અને સીએમ જિંદમાં રેલી અથવા જાહેર સભા કરીને બતાવે. જો તમારે ગામડાઓમાં જવું હોય, તો માથામાં હેલ્મેટ અને અન્ડરવેર સહિતનાં તમામ કપડાઓ લોખંડનાં પહેરવા પડશે. સરકારે આગામી 15 દિવસમાં ખેડૂતોનો પ્રશ્ન હલ કરવો જોઇએ નહીંતો આપણો ટેકો પાછો ખેંચી લેવો જોઇએ. જેજેપી ધારાસભ્ય જોગી રામ સિહાગે કહ્યું હતું કે, તેઓ હજુ પણ ખેડૂતોનાં મુદ્દે રાજીનામું આપવા તૈયાર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ