Ahmedabad/ પુત્રનાં જન્મદિવસનાં 2 દિવસ પહેલા પરિણીતાએ મોતને કર્યુ વ્હાલું, જાણો અનોખો કિસ્સો

શહેરનાં રામોલ વિસ્તારમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વર્ષનાં પુત્રનાં જન્મ દિવસે માતા એ આપઘાત કરીને આપી મોતની સોગાદ…

Ahmedabad Gujarat
Makar 114 પુત્રનાં જન્મદિવસનાં 2 દિવસ પહેલા પરિણીતાએ મોતને કર્યુ વ્હાલું, જાણો અનોખો કિસ્સો

@વિશાલ મેહતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

શહેરનાં રામોલ વિસ્તારમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વર્ષનાં પુત્રનાં જન્મ દિવસે માતા એ આપઘાત કરીને આપી મોતની સોગાદ. શું છે માતાનાં આપઘાત પાછળનું સાચું કારણ. જાણીને તમે પણ ચોંકી જશો.

Makar 116 પુત્રનાં જન્મદિવસનાં 2 દિવસ પહેલા પરિણીતાએ મોતને કર્યુ વ્હાલું, જાણો અનોખો કિસ્સો

શહેરનાં રામોલ વિસ્તારમાં રહેતા ભાવનાબેને પોતાના એક વર્ષનાં પુત્રનાં જન્મદિવસ પહેલા આપઘાત કરીને મોતની ભેટ આપી અને બીજી તરફ મૃતક ભાવનાબેનનાં પતિ અને સાસુ પહોંચી ગયા જેલનાં સળિયા પાછળ. સામાન્ય રીતે સાસરીયાઓને પુત્રવધુ તરફથી પુત્ર જન્મની ઘેલછા હોય છે. પરંતુ રામોલનાં આ કિસ્સામાં ભાવનાબેને એક દીકરાને જન્મ આપ્યો અને સાસરીયાઓનાં મોઢા બગડી ગયા. બસ ત્યારથી જ સાસરીયાઓ મૃતક ભાવનાબેનને મેણાં મારવા લાગ્યા કે તું દીકરીને જન્મ ન આપી શકી હોય તો મરીજા. અને પરિણીતાએ આઘાત લાગતા મોતને વહાલું કર્યું અને એક વર્ષનો માસૂમ દીકરો માની મમતાથી વિખુટો થઈ ગયો. એક તરફ માતાએ આપઘાત કરી લીધો તો બીજી તરફ પિતા જેલનાં સળિયા પાછળ પહોંચી ગયો છે. ઘટનાની વિગત વાર વાત કરીએ તો મૃતક ભાવનાબહેનનાં લગ્ન પ્રદીપભાઈ સાથે ગત તા. 27-4-2018 નાં રોજ થયા હતા. લગ્નજીવનથી ભાવનાબહેનએ પુત્ર કાયરવને જન્મ આપ્યો હતો. દીકરાનાં જન્મ વખતે સાસુએ મ્હેણું માર્યું કે મારે દીકરી જોઈતી હતી. દીકરી જણી ના શકાય તો મરી કેમ જતી નથી તેવા શબ્દો બોલ્યા હતા.

Makar 115 પુત્રનાં જન્મદિવસનાં 2 દિવસ પહેલા પરિણીતાએ મોતને કર્યુ વ્હાલું, જાણો અનોખો કિસ્સો

લગ્નનાં ત્રણ માસ બાદથી સાસુ નાની-નાની બાબતોએ તકરાર કરતા હતા. રસોઈ બાબતે ઝઘડો કરી વાંધાવચકા કાઢતા હતા. તારા ઘરેથી કઈ શીખીને આવી નથી તેવા મ્હેણા મારતા હતા. ગત 6-1 -2021નાં રોજ ભાવનાબહેનએ તેની બહેન રેખાબહેનને ફોન કરીને જણાવ્યું હતું કે, પતિ અને સાસુને 9મી જાન્યુઆરીએ પુત્ર કાયરવનો જન્મદિવસ હોવાથી પુત્ર માટે કપડાં અને ગિફ્ટ ખરીદવાનું કહેતા તેઓએ ઝઘડો કર્યો હતો. બન્નેએ કહ્યું કે, તે દીકરો જણ્યો છે, તો તું તારા પિયરમાંથી લઈ આવ અને ના બનતું હોય તો ઘરમાંથી જતી રહે. મરી જજે પણ પાછી ના આવતી.આ રીતે ન બોલવાનું બોલે છે, હું તેમના ત્રાસથી કંટાળી ગઈ છું. પુત્ર કાયરવનો જન્મદિવસ હોવાથી તેનું મોં જોઈને બેઠી છું. નહી તો મને મરી જવાનું મન થાય છે. રેખાબહેનને ફોન કર્યો તેના બીજા દિવસે સવારે ભાવનાબહેનએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસે મૃતકના પતિ અને તેના સાસુ ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. અને મૃત્યુ પાછળનું સાચું કારણ શું છે તે જાણવા તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. પરિવારજનો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા પણ ડૉક્ટરોએ ભાવનાબહેનને મૃત જાહેર કર્યા હતા. રામોલ પોલીસે મૃતક રેખાબહેનના ભાઈ પ્રદીપ બાબુભાઇ સોલંકીની ફરિયાદ આધારે પતિ જીતુભાઈ વાઘેલા અને સાસુ મણીબહેન વાઘેલા વિરૂધ્ધ દુષપ્રેરણનો ગુનો નોંધી બંને ની ધરપકડ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો