પતિ-પત્ની સોડા પીવા નીકળ્યા હતા પરંતુ પાછા વળતા કંઇક એવું થયું જેણે તેમનાં પુરા પરિવારને શોકમાં નાખી દીધો છે.
વાત એમ છે કે રૈયા રોડનાં સુભાષનગર શેરીમાં રહેતા યુસુફભાઈ માંકડા અને પત્ની યાસ્મીન બાઈક પર બેસી સોડા પીવા નીકળ્યા હતા.
ત્યારે અચાનક રામેશ્વર ચોકની આગળ આરએસસી ઓફીસ પાસે નવું બનેલું સ્પીડ બ્રેકર આવી જતા બાઈક ઉલળી હતી, જેના કારણે પત્ની ઉછાળીને રોડ પર પટકાઈ હતી. જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેણીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થઇ ગયું હતું.
આ ઘટનાની પરિવારને જાણ થઇ ત્યારે સમગ્ર પરિવાર શોકગ્રસ્ત થઇ ગયો હતો.
