Corona/ રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે કોરોના વાયરસના કેસમાં વધારો

રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં બીજા દિવસે 427 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 360 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે આજે1 દર્દીનું મૃત્યુ થયું છે . ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 2 લાખ 70 હજાર 316 કેસ નોંધાયા છે. ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીના […]

Ahmedabad Gujarat
CORONA રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે કોરોના વાયરસના કેસમાં વધારો

રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં બીજા દિવસે 427 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 360 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે આજે1 દર્દીનું મૃત્યુ થયું છે . ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 2 લાખ 70 હજાર 316 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા છે. મહત્વનું છે કે અહીં ચૂંટણીની જાહેરાત બાદ સતત પ્રચાર ચાલી રહ્યો હતો. પ્રજાની ભીડ જોવા મળી રહી હતી. તેની અસર હવે જોવા મળી રહી છે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યાં છે. કાલે તાલુકા પંચાયત ની ચુંટણીનું પણ પરિણામ આવશે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા2429 છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 263476 દર્દીઓ સાજા થયા છે.