પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિદરની મુશ્કેલીઓ વધી રહી છે તેમની સામે બળવો કરવામાં આવી રહ્યો છે કોંગ્રસના ત્રણ પ્રધાન અને વીસ વિધાનસભ્યો કેપ્ટન સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી તૃપ્ત રાજિન્દર બાજવાના ઘરે મળ્યા છે. કેપ્ટનની સામેનું કોંગ્રેસનું જૂથ આજે જ સોનિયા ગાંધીને મળવા દિલ્હી જશે. કેબિનેટ મંત્રી સુખજિંદર રંધાવા, સુખબિન્દર સરકારિયા, તૃપ્તર જિદંર બાજવા , ચરણજીત ચેન્ની અને મહાસચિવ પરગટસિંહ દિલ્લી જશે. પાંચથી સાત પ્રધાન રાજીનામા આપી શકે છે તેવા સમાચાર છે.
તૃપ્ત રાજિન્દર બાજવાના ઘરે ત્રણ પ્રધાન અને ૨૦ કોંગ્રેસી વિધાનસભ્યોની બેઠક લગભગ બે કલાક ચાલી. આ બેઠકમાં ચર્ચા થઈ કે કોંગ્રેસની સરકારનું પ્રદર્શન સારું નથી. પક્ષ પહેલા જ્યાં હતો ત્યાં જ છે. આપણે ચૂંટણી તરફ આગળ વધી રહ્યા છે અને આવામાં લોકોમાં સરકાર અંગે નારાજગી છે.
તેની સાથે બેઠકમાં જણાવાયું હતું કે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા જે ૧૮ સૂત્રીય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાથી નાના મોટા જ કામ થયા છે. મોટા સ્તરે કોઈ કામ થયું નથી. આ માટે પાંચ સભ્યોની ટીમ બની છે. તેમા ચાર કેબિનેટ મંત્રી છે. એક મહાસચિવ પરગટ છે. આ લોકો સોનિયા ગાંધી સાથે મુલાકાત કરીને તેમને પરિસ્થિતિની જાણકારી આપશે. આજની બેઠક પછી કેપ્ટન અમરિન્દરના ભવિષ્યને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. હવે બોલ ફરી પાછો કોંગ્રેસ હાઇકમાન્ડની કોર્ટમાં ગયો છે.હવે કોંગ્રેસે તે વિચારવાનું છે કે તે ચૂંટણી પહેલા કેપ્ટન અમરિન્દરને સમય આપશે અથવા તો બીજો મુખ્યમંત્રી નીમશે જે તેમના એવા કામ કરશે જેને લઈને તે ૨૦૨૨માં લોકો સમક્ષ જઈ શકે.
પંજાબના જાણકારો આ બળવાને નવજોતસિંગ સિદ્ધુથી અલગ રીતે જોઈ રહ્યા છે. રાજકીય વર્તુળોના જણાવ્યા મુજબ સિદ્ધુ ઉપરાંત કેબિનેટમાં એક એવું જૂથ છે જે કેપ્ટનની વિરોધમાં છે. આ જૂથ પહેલા પણ કેપ્ટનનો વિરોધ કરી ચૂક્યું છે.
