Surendranagar News: સુરેન્દ્રનગર નસબંધી ઓપરેશનમાં મહિલાનું મોત થયું છે. થાનના સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાનું મોત નીપજ્યું છે. મહિલાના કુટુંબીજનોનો આરોપ છે કે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નીપજ્યુ છે. ડોક્ટરે અન્ય નસ કાપી નાખતા મહિલાનું મોત નીપજ્યાનો આરોપ કુટુંબીજનોએ કર્યો છે.
મહિલાના મોતને લઈને મોટો હોબાળો થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં વધારે ઘટસ્ફોટ થયો હતો. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકત આવી છે. ડો. નિર્મલ સોલંકીએ એક જ દિવસમાં 63 ઓપરેશન કર્યા હતા. થાન, સાયલા અને ચોટીલા તાલુકામાં કેમ્પ યોજાયો હતો.
થાનની 17 મહિલાઓના ડો. નિર્મલ સોલંકીએ ઓપરેશન કર્યા હતા. ચોટીલાની 26 મહિલાઓના પણ ઓપરેશન કરવામાં આવ્યા છે. ડો. નિર્મલ સોલંકીને એક ઓપરેશન દીઠ રૂ. 200 ચૂકવવામાં આવતા હતા. આ બતાવે છે કે ખ્યાતિ હોસ્પિટલ જેવું બધે જ ચાલે છે. બધે જ આ રીતે કેમ્પ કરીને દર્દીઓના આરોગ્ય સાથે છેડછાડ કરવામાં આવે છે. ઘણા સ્થળોએ તો આખેઆખા કેમ્પ પણ નકલી હોય છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના પાટ઼ડીમાં ગેસ ગળતરમાં 2 શ્રમિકોના મોત મામલે NHRCની મોટી કાર્યવાહી
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં સાયલા-પાળીયાદ હાઇવે પર અકસ્માતમાં 45 ઘેટા બકરાનાં મોત
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં બે બાઇક અકસ્માતમાં બેના મોત, રાજકોટના બે યુવાનનું રાજસ્થાનમાં નિધન
