Ahmedabad News/ અમદાવાદમાં મહિલાને ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવી પડી ભારે! સાયબર ગઠિયા વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

છેતરપિંડીનો ભોગ બનતાં શાહપુર પોલીસ સ્ટેશનમાં સાયબર ગઠિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં એક મહિલાને ઈન્સ્ટાગ્રામ(Instagram)ની રીલ (Reel) લાઈક કરવી અતિ ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા(Social Media)ના માધ્યમ દ્વારા મહિલાએ 73 હજાર રૂપિયા ગુમાવતા છેતરપિંડી(Fraud)નો ભોગ બનતાં શાહપુર પોલીસ સ્ટેશનમાં સાયબર ગઠિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પહેલા ગુજરાતમાં સાયબર ફ્રોડ (Cyber Fraud) કરનારાઓની ટોળકીને સાયબર ક્રાઈમે (Cyber Crime) ઝડપી પાડી હતી. અમદાવાદ સાયબર સેલે સાયબર ફ્રોડ કરનારાઓ 11 લોકોની ધરપકડ કરી મોટી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આધારકાર્ડના (Aadhar Card) સરનામામાં છેડછાડ કરી બેંક ખાતાઓ ખોલીને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કર્યાની માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. સાયબર ફ્રોડ કરનારી ટોળકીને ઝડપનાર સાયબર પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ બિરદાવી હતી.

ગૃહ મંત્રાલય સાયબર ક્રાઈમ (Cyber Crime) સામેની લડાઈને મજબૂત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નાણાકીય સહાયની જોગવાઈ પર પણ કામ કરી રહ્યું છે. રાજ્ય સરકારો આ નાણાંનો ઉપયોગ સાયબર ફોરેન્સિક કુશળતા અને તપાસ તકનીકોમાં સુધારો કરીને સાયબર ગુનાઓને રોકવા માટે તેમની સિસ્ટમને મજબૂત કરવા માટે કરી શકશે.

દેશમાં સાયબર ક્રાઈમના કેસ સતત વધી રહ્યા છે. સાયબર ઠગ લોકોને KYC કૌભાંડથી લઈને ડિજિટલ ધરપકડ (Digital Arrest) સુધી અલગ-અલગ રીતે ટાર્ગેટ કરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. તેને રોકવા માટે સરકાર દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આવી ઘટનાઓ અટકાવવા વધારાની તકેદારી રાખવાની જરૂર છે. કોઈપણ અજાણ્યા વ્યક્તિ અથવા નંબરની કોઈપણ લિંક, મેસેજ અથવા ઈમેલ પર ક્લિક કરશો નહીં. તમારી અંગત માહિતી કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાયબર ફ્રોડ કરનારી ટોળકીને ઝડપનાર સાયબર પોલીસની કામગીરીને હર્ષ સંઘવીએ બિરદાવી

આ પણ વાંચો:સુરત ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા રેકેટમાં વધુ ત્રણ ઝડપાયા

આ પણ વાંચો:QR કોડ સ્કેન કરતા રાખો સાવધાની થઈ શકો સાયબર ફ્રોડના શિકાર