Not Set/ 4 મહિલા સાંસદોને ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું :જે દેશમાંથી આવો છો ત્યાં પાછા જતા રહો

વિવાદો માટે જાણીતા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત મોટો વિવાદ ઉભો કર્યો છે, તેમને 4 ડેમોક્રેટ મહિલા સાંસદો પર વંશીય ટિપ્પણી કરીને કહ્યું કે તેઓ જે દેશમાંથી આવે છે, ત્યાં તેમને પાછા જતા રહેવું જોઇએ, ન્યૂયોર્કની એલેક્ઝાન્ડ્રી યા ઓકાસિયો કોર્તેજ, મિનેસોટાની ઇલ્હાન ઉમર, મિશિગનની રશીદા તલૈબ અને મેસાચ્યુસેટ્સની અયાના પહેલી વખત અહી સાંસદ […]

World

વિવાદો માટે જાણીતા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત મોટો વિવાદ ઉભો કર્યો છે, તેમને 4 ડેમોક્રેટ મહિલા સાંસદો પર વંશીય ટિપ્પણી કરીને કહ્યું કે તેઓ જે દેશમાંથી આવે છે, ત્યાં તેમને પાછા જતા રહેવું જોઇએ,

ન્યૂયોર્કની એલેક્ઝાન્ડ્રી યા ઓકાસિયો કોર્તેજ, મિનેસોટાની ઇલ્હાન ઉમર, મિશિગનની રશીદા તલૈબ અને મેસાચ્યુસેટ્સની અયાના પહેલી વખત અહી સાંસદ બન્યા છે અને તેઓ અન્ય દેશોમાંથી આવીને અમેરિકમાં વસ્યા છે.

ગત વર્ષે પણ ટ્રમ્પે આફ્રિકન દેશોને બકવાસ ગણાવીને કહ્યું હતું કે ત્યાંથી લોકો માત્ર પ્રવાસી બનીને આવે છે, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અમેરિકાની ધરતી પર પેદા નથી થયા તેથી કાયદા પ્રમાણે રાષ્ટ્રપતિ બનાવાનો તેમને હક નથી તેવું પણ ટ્રમ્પે નિવેદન આપ્યું હતુ, હવે 2020માં અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી પહેલા જ ટ્રમ્પે ફરીથી વિવાદો શરૂ કર્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.