ICC Womens Cricket Worldcup 2025/ વિશ્વ ચેમ્પિયન મહિલા ટીમ આજે PM મોદીને મળશે,ખેલાડીઓની ખાસ ફ્લાઇટમાં દિલ્હી પહોંચશે

ભારતીય ટીમે 2 નવેમ્બરના રોજ નવી મુંબઈમાં રમાયેલી ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા (South Africa)ને 52 રનથી હરાવીને ટાઇટલ જીત્યું.

Trending Sports

ICC Womens Cricket Worldcup 2025: 2 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ જીતનાર ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ આજે 5 નવેમ્બરે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ડિનર કરશે. સૂત્રો અનુસાર, ભારતીય ટીમની ખેલાડીઓ બુધવાર, 5 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદીને મળશે.

મહિલા ટીમની  ખાસ ફ્લાઇટમાં મુંબઈથી દિલ્હી પહોંચી. દિલ્હી જતા પહેલા, ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ કહ્યું, “અમે ટૂંક સમયમાં નક્કી કરીશું કે વડા પ્રધાન મોદીને ટીમ તરીકે શું ભેટમાં આપવું: જર્સી કે બેટ.”

વડાપ્રધાન સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવે છે

વર્લ્ડ કપ જીત્યા બાદ, વડા પ્રધાન મોદીએ ખેલાડીઓને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવે છે. PM મોદીએ ટ્વિટ પર જણાવ્યું કે, “ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં ભારતીય ટીમની હર્ષભરી જીત. ફાઇનલમાં તેમનું પર્ફોમન્સ અદભૂત કૌશલ્ય અને આત્મવિશ્વાસથી ભરેલું હતું. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ ટીમવર્ક અને દૃઢ નિશ્ચય દર્શાવ્યો.” અમારા ખેલાડીઓને અભિનંદન. આ ઐતિહાસિક વિજય ભવિષ્યના ચેમ્પિયન ખેલાડીઓને રમતમાં જોડાવા માટે પ્રેરણા આપશે.

BCCI એ ટીમ માટે ₹51 કરોડની ઇનામી રકમની જાહેરાત કરી. BCCI એ ટીમ માટે ₹51 કરોડની ઇનામી રકમની જાહેરાત કરી. બોર્ડે સોમવારે ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિ માટે ₹51 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી.

BCCI પ્રમુખ મિથુન મનહાસે કહ્યું કે, “બોર્ડને રિપ્રેસન્ટ કરતાં, હું ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આ ઐતિહાસિક વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત પર શુભેચ્છા આપું છું. ટીમની હિંમત, પ્રતિભા અને એકતાએ સમગ્ર રાષ્ટ્રની આશાઓ વધારી છે.”

ભારતીય મહિલા ટીમે રવિવારે (2 નવેમ્બર) નવી મુંબઈમાં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા (South Africa)ને 52 રનથી હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. 21 વર્ષીય શેફાલી વર્મા, જેમણે 87 રન બનાવ્યા અને બે મહત્વપૂર્ણ વિકેટ લીધી, તેને પ્લેયર ઓફ ધ ફાઇનલ જાહેર કરવામાં આવી.

ડીવાય પાટિલ સ્ટેડિયમ (DY Patil Stadium) ખાતે દક્ષિણ આફ્રિકા (South Africa) એ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે 7 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા. શેફાલીએ 87, દીપ્તિ શર્માએ 58, સ્મૃતિ મંધાનાએ 45 અને રિચા ઘોષે 34 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા ((South Africa) તરફથી આયાબોંગા ખાકાએ 3 વિકેટ લીધી.

ઈજા બાદ મેદાનમાં પરત ફરેલી શેફાલી વર્માએ 87 રન બનાવ્યા.

વિશાળ લક્ષ્યનો સામનો કરતા, દક્ષિણ આફ્રિકા (South Africa) 246 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કેપ્ટન લૌરા વોલ્વાર્ડટે 101 રન બનાવ્યા પરંતુ ટીમને વિજય તરફ દોરી જતા પહેલા આઉટ થઈ ગઈ. ભારતની પાર્ટ-ટાઇમ ઓફ-સ્પિનર ​​શેફાલી વર્માએ 2 વિકેટ લઈને મેચનું પાસું ફેરવી દીધું. દીપ્તિ શર્માએ 5 વિકેટ લીધી, ટીમને વિજય તરફ દોરી ગઈ. દીપ્તિને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ (Player of the Tournament) જાહેર કરવામાં આવી.

દક્ષિણ આફ્રિકા (South Africa)ના છેલ્લા બેટ્સમેનનો કેચ લીધા પછી ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ખુશીથી દોડી ગઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઇતિહાસ રચાયોઃ ભારત સાઉથ આફ્રિકાને હરાવીને ICC વીમેન્સ વર્લ્ડ કપમાં પહેલી જ વખત વર્લ્ડ ચેમ્પિયન

આ પણ વાંચો:ચેમ્પિયન કેપ્ટન બન્યા પછી હરમનપ્રીત કૌરે શું કહ્યું? જાણો તેને જીતનો શ્રેય કોને આપ્યો? મિતાલી રાજનો નહોતો કર્યો ઉલ્લેખ 

આ પણ વાંચો:વર્લ્ડ કપની ટીમમાં પણ ન હતી અને ફાઇનલમાં શેફાલીની ધમાકેદાર એન્ટ્રી