World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023ની 37મી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 83 રનમાં ઓલઆઉટ કરીને શાનદાર જીત મેળવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 327 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પોતાની ODI કારકિર્દીની 49મી સદી પૂરી કરી. તેણે સચિન તેંડુલકરના સૌથી વધુ સદીના રેકોર્ડની બરાબરી કરી.
વિરાટ કોહલી 101 રન બનાવીને અણનમ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 15 બોલમાં 29 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જ્યારે શ્રેયસ અય્યરે 87 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા માટે માર્કરામ સિવાય દરેક બોલરને 1-1 વિકેટ મળી હતી. આ પહેલા રોહિતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
જ્યારે દક્ષિણ આફ્રિકાએ એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી હતી. ગેરાલ્ડ કોએત્ઝીની જગ્યાએ તબરેઝ શમ્સીને રમાડવામાં આવ્યો હતો. . આ ટુર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. નેધરલેન્ડ સામેની મેચને બાદ કરતાં દક્ષિણ આફ્રિકાએ પણ 6 મેચ જીતી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંને સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. ટીમ ઈન્ડિયાના 14 પોઈન્ટ છે અને સાઉથ આફ્રિકાના 12 પોઈન્ટ છે.
આ પણ વાંચો- ICC World Cup 2023/ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, તેના જન્મદિવસ પર આવું કરનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન
