બ્રિસબેન,
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની સિરીઝની બીજી મેચમાં પણ ઈંગ્લેંડની ટીમે પોતાનો જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. બ્રિસબેનમાં રમાયેલી વન-ડે મેચમાં ઈંગ્લેંડની ટીમે ૪ વિકેટે વિજય મેળવી સિરીઝમાં ૨-૦ ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૨૭૦ રનનો સ્કોર ખડકયો હતો. ૨૭૧ રનનો ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેંડની ટીમે ૪૪.૨ ઓવરમાં ૬ વિકેટે આ સ્કોરને વટાવ્યો હતો અને મેચ જીતી લીધી છે.
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૨૭૦ રનનો સ્કોર ખડકયો હતો. જેમાં ઓપનર એરોન ફિન્ચે વન-ડે કેરિયરની ૧૦ સદી ફટકારતા ૧૦૬ રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ઈંગ્લેંડના બોલરો સામે ટકી શક્યા ન હતા. આદિલ રશીદ અને કેપ્ટન રૂટે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી. ૨૭૧ રનનો ટાર્ગેટની પોચો કરવા મેદાને ઉતરેલી ઈંગ્લેંડની ટીમ તરફથી ઓપનર જોની બ્રેસ્તોવ અને એલેક્સ હેલ્સે અડધી સદી ફટકારી હતી જયારે કેપ્ટન રૂટે ૪૬ રન બનાવ્યા હતા.
