IND vs ENG/ ઈંગ્લેન્ડ ટીમમાં ફેરફાર, બટલર થયો સીરીઝથી બહાર, આ ઓલરાઉન્ડર લેશે જગ્યા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં બંને ટીમો હાલમાં 1-1થી બરાબરી પર છે. હવે બંને ટીમો વચ્ચે ચોથી મેચ 2 સપ્ટેમ્બરથી શરૂ થશે…

Sports
ઈંગ્લેન્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં બંને ટીમો હાલમાં 1-1થી બરાબરી પર છે. હવે બંને ટીમો વચ્ચે ચોથી મેચ 2 સપ્ટેમ્બરથી શરૂ થશે અને આ માટે તોફાની ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. અહેવાલો અનુસાર, ભારત સામેની ચોથી ટેસ્ટ પહેલા ક્રિસ વોક્સને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્રિસ વોક્સ છેલ્લા એક વર્ષથી ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ મેચ રમી રહ્યો ન હતો. તેણે ઓગસ્ટ 2020 માં સાઉથેમ્પ્ટનમાં પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડ માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.

આ પણ વાંચો – Cricket / ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર બાદ મયંતી લેંગરે પતિ બિન્નીનો ફોટો શેર કરી ટીમ ઈન્ડિયાને કરી ટ્રોલ

આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડ ટીમનો અન્ય ખેલાડી જોસ બટલર પિતા બનવાના છે અને તેના કારણે તે ટેસ્ટ સીરીઝમાંથી પણ બહાર થઈ ગયો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તેના સ્થાને સેમ બિલિંગ્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સેમ બિલિંગ્સે આ વર્ષે સાઉથેમ્પ્ટનમાં શ્રીલંકા સામે છેલ્લી વનડે મેચ રમી હતી. આ પછી, તેને ભારત સામેની ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. પ્રથમ ત્રણ ટેસ્ટ બાદ હવે તેને બટલરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સેમ બિલિંગ્સ પ્રથમ વખત ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઈંગ્લેન્ડ ટીમ માટે એક મોટો ફરેફરા છે.

આ પણ વાંચો – IPL 14 / કોહલીની RCB ને લાગ્યો વધુ એક ઝટકો, હવે આ ખેલાડી IPL ફેઝ 2 માંથી બહાર

ક્રિસ વોક્સને શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માનવામાં આવે છે, પરંતુ તે છેલ્લા એક વર્ષથી ટેસ્ટ ટીમમાંથી બહાર ચાલી રહ્યો હતો. હવે તેને તક મળી છે. ક્રિસ વોક્સની અત્યાર સુધીની અદભૂત ટેસ્ટ કારકિર્દી રહી છે. તેણે અત્યાર સુધી ઈંગ્લેન્ડ માટે 38 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 1321 રન બનાવ્યા છે અને કુલ એક સદી તેના નામે નોંધાઇ છે. ટેસ્ટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 137 રહ્યો છે. બોલિંગની વાત કરીએ તો તેણે 38 ટેસ્ટ મેચમાં 112 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન મેચની એક ઇનિંગમાં 17 રન આપીને 6 વિકેટ છે, જ્યારે ટેસ્ટમાં તેની શ્રેષ્ઠ બોલિંગ 102 રન આપીને 11 વિકેટ છે.