નવી દિલ્લી
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે હજુ વિવાદોની મામલો શમ્યો નથી. શમીના અકસ્માતના સમાચાર જાણીને પત્ની હસીન તેની દીકરી સાથે મંગળવારે દિલ્લી ખબર પૂછવા માટે આવી હતી. જ્યાં શમી તેની દીકરી સાથેરમ્યા હતા અને હસીનને ધમકી આપી હતી. રવિવારે શમીનો એકસીડન્ટ થયો હતો જેમાં શમીને માથાના ભાગ પર ૧૦ ટાંકા આવ્યા છે. શમીને મળવા માટે હસીન દિલ્લી આવી હતી પરંતુ ક્રિકેટરે તેને મળવાની ચોખ્ખી ના પડી દીધી હતી.
હસીને પત્રકાર સાથેની મુલાકાતમાં કીધું કે શમીએ મને અદાલતમાં લઇ જશે તેવી ધમકી આપી છે.
I had come to see #MohammedShami as he was injured, but he refused to meet me. He threatened me and said 'I will see you in court now': Hasin Jahan pic.twitter.com/rrC2vPQhn7
— ANI (@ANI) March 27, 2018
એએનઆઈએ સાંજે ટ્વીટ કર્યું હતું કે ‘ મારા પતિ શમી એકસીડન્ટમાં ઘવાયા છે એટલે હું તેમની ખબર પૂછવા માટે આવી હતી પરંતુ તેમણે મને મળવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે તે હવે મને કોર્ટમાં જોઈ લેશે : હસીન જહાં
Yes he met and played with our daughter, but he did not acknowledge me, his mother was acting like a bodyguard: Hasin Jahan on #MohammedShami pic.twitter.com/WdGGJA36Lo
— ANI (@ANI) March 27, 2018
એ પછીના ટ્વીટમાં એએનઆઈએ લખ્યું કે ‘ હા , તે મને મળ્યા. અમારી દીકરી સાથે તે રમ્યા પણ મારી અવગણના કરી. તેની મમ્મી પણ એક બોડીગાર્ડની જેમ વર્તણુક કરતી હતી : હસીન જહાં
તમને જણાવી દઈએ કે હસીન જયારે કોલકત્તા થી દિલ્લી જઈ રહી હતી ત્યારે તેણે કીધું હતું કે તે તેના પતિને મળવા માટે નહિ પરંતુ તેની દીકરીને તેના પપ્પાને મળાવવા માટે લઇ જાઉં છું. હસીને કહ્યું હતુકે જયારે તેની દીકરીને શમીના એકસીડન્ટની ખબર પડી ત્યારથી તે રડી રહી છે. વધુમાં તેણે કહ્યું કે મને ખબર છે કે મારા મળવાથી હવે કઈ થવાનું નથી પરંતુ આજે પણ શમી મારા પતિ અને મારી દીકરીના પપ્પા છે.
