તમે માતાને બ્રેસ્ટ ફિડિંગ કરતા જોઈ હશે પરંતુ પિતાને ક્યારે ય પોતાના સંતાનને છાતીએથી દૂધ પીવડાવતા જોયા છે. સોશિયલ મીડિયા પર આજકાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પિતા પોતાની દીકરીને છાતીસરસી ચાંપીને બ્રેસ્ટફીડિંગ કરાવી રહેલ છે. ટ્વિટર યૂઝર StanceGrounded દ્વારા 8 સેકંડનો વિડીયો શેર કરવામાં આવ્યો છે.
વિડીયો શેર કરતાં લખ્યું કે તેણીની મમ્મી ઘરે નહોતી અને તે બોટલથી દૂધ પીવા નહોતી માગતી. એટલે તેને છેતરવી પડી. આ એટલું રમૂજી છે કે મારી આંખમાં આંસુ આવી ગયા. ડેડ ઓફ ધ યર
He said
"Her mama gone and she wouldn’t take the bottle, so I had to trick her" 😂😂😂
This is so funny, i'm crying 😂.
DAD of the YEAR ❤ pic.twitter.com/HVK7f8LbV6
— StanceGrounded (@_SJPeace_) November 17, 2019
17 નવેમ્બરે આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં 47 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઘણા લોકોએ આ વિડીયો જોયા પછી પિતાના વખાણ કર્યા છે.વિડીયોમાં જોઈ શકો છો કે પિતાએ પોતાની દીકરીને છાતીસરસી ચાંપી છે અને શર્ટની અંદરથી બોટલ દ્વારા દૂધ પીવડાવી રહ્યા છે. કારણકે દીકરી બોટલથી દૂધ પીવાની ના પાડતી હતી. જો કે, આ વિડીયો ક્યાંનો છે તે વિશે વધુ જાણકારી સામે આવી નથી.
આ વિડીયો વાયરલ થતાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિ કહે છે કે મને આ રીત ગમી છે. બાળકી માટે પિતાનો પ્રેમ છે. શુદ્ધ પ્રેમ. શેર કરવા માટે આભાર.તો બીજા એક યૂઝરે લખ્યું કે મહિલાઓને આ જ પ્રકારની સહાયની જરૂર છે. બધા લોકો નોંધી લો.તો કેટલાકે કહ્યું કે, દીકરી માતા અને પિતાના સ્તનપાન વચ્ચેનું અંતર સમજી ગઈ છે. તેમ છતાં તેણે દૂધ પીવાનું ચાલુ રાખ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
