Not Set/ એચ-1બી વિઝા : ટ્રમ્પ વિરુદ્ધ એક થયા યુએસના ટોપ બિઝનેસ લીડર્સ

અમેરિકા દ્વારા એચ-1બી વિઝા નિયમોમાં કરવામાં આવી રહેલા બદલાવો વિરુદ્ધ ટોપ બિઝનેસ લીડર્સે આવાજ ઉઠાવ્યો છે. લગભગ 59 કંપનીઓના સીઇઓએ આ મામલા સાથે જોડાયેલો એક પત્ર લખ્યો છે. પત્રમાં ટોપ બિઝનેસ લીડર્સે જણાવ્યું કે કેવી રીતે આ બદલાવ અમેરિકાના આર્થિક વૃદ્ધિ દરને ધીમો પાડી શકેછે. પત્ર લખવાવાળા લોકોમાં એપલના ટિમ કૂક, જેપી મોર્ગનના જેમી ડીમન […]

Top Stories World

અમેરિકા દ્વારા એચ-1બી વિઝા નિયમોમાં કરવામાં આવી રહેલા બદલાવો વિરુદ્ધ ટોપ બિઝનેસ લીડર્સે આવાજ ઉઠાવ્યો છે. લગભગ 59 કંપનીઓના સીઇઓએ આ મામલા સાથે જોડાયેલો એક પત્ર લખ્યો છે. પત્રમાં ટોપ બિઝનેસ લીડર્સે જણાવ્યું કે કેવી રીતે આ બદલાવ અમેરિકાના આર્થિક વૃદ્ધિ દરને ધીમો પાડી શકેછે.

પત્ર લખવાવાળા લોકોમાં એપલના ટિમ કૂક, જેપી મોર્ગનના જેમી ડીમન અને પેપ્સીકોની ઇન્દ્ર નૂયી સામેલ છે. બિઝનેસ રાઉન્ડ ટેબલ નામના સંગઠને બુધવારે આ પત્ર મોકલ્યો હતો. પત્રમાં મુખ્યત્વે હાઈ સ્કિલ ઇમિગ્રેશનમાં થયેલા બદલાવના મામલાને ઉઠાવવામાં આવ્યો છે.

પત્રની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે હાલમાં સરકાર ઇમિગ્રેશન નિયમોને રીવ્યુ કરી રહી છે. અમે માનીએ છીએ કે આવા બદલાવો કરવાથી બચવું જોઈએ, જે કારણે યુએસમાં રહેતા હજારો પ્રતિભાશાળી કર્મચારીઓ અને કાનૂનનું પાલન કરવાવાળા લોકોને પરેશાની થાય. આ કારણે યુએસની પ્રતિસ્પર્ધા કરવાની ક્ષમતા પર પણ અસર પડશે. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે ટ્રમ્પ બહારથી આવનારા પ્રતિભાશાળી લોકો પર લગામ લગાવવા માંગે છે. જયારે અહીંના અર્થશાસ્ત્રીઓ પણ માની ચુક્યા છે કે એ પ્રતિભાશાળી લોકોથી યુએસને જ ફાયદો થઇ રહ્યો છે.

પત્રમાં સ્કિલ્ડ ફોરેન વર્કર્સના આવેદનો પર જેવું વલણ અપનાવાઈ રહ્યું છે એના પર પણ સવાલ ઉઠાવ્યા છે. આ કેટેગરીમાં આઇટી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોની સાથે આર્કિટેક્ટ, અર્થશાસ્ત્રી, ચિકિત્સક અને શિક્ષકો પણ આવે છે.

અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી  એચ-1બી વિઝા આપવામાં આવે છે. આમાં અમેરિકી કંપનીઓ વેશેષજ્ઞતા શ્રેણીમાં કોઈ પણ વિદેશી કામદારને વિઝા આપે છે. આ વિઝા મેળવવા માટે આવેદનકર્તાએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે.