તમિલ રાજનીતીનીનું કેન્દ્ર રહેલા ડીએમકે નેતાના નિધન બાદ રાજ્યમાં શોકનું મોજું છવાયેલું છે. કરુણાનિધિની આત્મકથા અને એમને નજીકથી ઓળખાતા લોકો પાસેથી એમના વિષે ઘણી દિલચસ્પ જાણકારીઓ મળી છે. કરુણાનિધિએ 14 વર્ષની ઉંમરમાં જ જસ્ટિસ પાર્ટી જોઈન કરી હતી. ત્યાર બાદ તમિલ રાજનીતિના શિખર સુધી પહોંચ્યા સુધી એમણે પાછું વાળીને જોયું નહતું.

પોતાની આત્મકથા નેજુકકુ નીથી માં કરુણાનિધિએ જણાવ્યું છે કે જસ્ટિસ પાર્ટીના નેતા પાનાગલ રાજા ઉપર એક પાઠ ભણ્યા બાદ એમને રાજનીતિમાં આવવાનો વિચાર આવ્યો. એમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે તેઓ 14 વર્ષના હતા, જયારે એમણે જસ્ટિસ પાર્ટી જોઈન કરી હતી.
રાજનીતિ માટે બન્યા લીડ એક્ટર :
કિશોરાવસ્થામાં દ્રવિડ આંદોલનનો પ્રચાર કરવા માટે એમણે વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવ્યું હતું. આ સાથે જ એક વિરોધી ગ્રુપ પણ ઉભરવા લાગ્યું હતું. વિરોધી ગ્રુપ તરફથી મળી રહેલી ધમકીઓના કારણે કરુણાનિધિ ચિંતિત હતા. વિરોધી ગ્રુપે એક નાટક કરવાનું એલાન કર્યું. ત્યારબાદ કરુણાનિધિને લીડ રોલ કરવાનું કહેવામાં આવ્યું. એમણે વિરોધી ગ્રુપ સામે એક શરત રાખી વિરોધી ગ્રુપને એમના ગ્રુપમાં મેળવી દેવામાં આવે. જેના માટે એ ગ્રુપ રાજી થઇ ગયું. કરુણાનિધિ લખે છે કે આ એમના માટે મોટી સીખ હતી.

સૂરજને બનાવ્યો હતો ધ્યાન કેન્દ્ર :
જયારે એમની ઉંમરના 80માં દાયકામાં કરુણાનિધિએ ધ્યાન લગાવવાનું શરુ કર્યું, તો એમને એમના ધ્યાન કેન્દ્ર માટે સુરજની પસંદગી કરી હતી. એમને યોગ શીખવાડવા વાળા શ્રીધરને જણાવ્યું કે ડીએમકે પ્રમુખનું પોતાની પાર્ટીના ચૂંટણી ચિહ્નને ધ્યાન કેન્દ્ર રૂપે પસંદ કરવું ઘણું દિલચસ્પ હતું.
સવારે પાંચ વાગે કર્યો મંત્રીને ફોન :
કરુણાનિધિ સવારે પાંચ વાગે જાગી જતા હતા. ત્યાર બાદ તેઓ પાર્ટી સાથે જોડાયેલું અખબાર વાંચતા હતા. અને કોફી પિતા હતા. તામિલનાડુની પહેલી મહિલા મંત્રીઓમાંની એક સુબ્બુલક્ષ્મી જગદીશને જણાવ્યું કે એક વાર કરૃણાનિધિએ એમને સવારે પાંચ વાગે ફોન કરીને પૂછ્યું કે શું તમે અખબારમાં છપાયેલો ભ્રુણ હત્યા વિશેનો લેખ વાંચ્યો?
