Not Set/ ઈરાનમાં ગેસ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત, અનેક ઘાયલ

ઈરાનના પશ્ચિમી કુર્દીસ્તાન પ્રાંતમાં ગુરુવારે ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. દેશની અર્ધ-સત્તાવાર ન્યૂઝ એજન્સીએ એક પ્રાંત ઇમરજન્સી અધિકારીને ટાંકીને આ માહિતી આપી. ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં છે અને કમનસીબે તેમાં પાંચ બાળકો હતાં. સક્કેઝ શહેરમાં રાતના સમયે […]

World

ઈરાનના પશ્ચિમી કુર્દીસ્તાન પ્રાંતમાં ગુરુવારે ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. દેશની અર્ધ-સત્તાવાર ન્યૂઝ એજન્સીએ એક પ્રાંત ઇમરજન્સી અધિકારીને ટાંકીને આ માહિતી આપી.

ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં છે અને કમનસીબે તેમાં પાંચ બાળકો હતાં. સક્કેઝ શહેરમાં રાતના સમયે લગ્નના કાર્યક્રમ દરમિયાન હોલમાં ગેસના વિસ્ફોટને કારણે આ અકસ્માત થયો હતો. અહેવાલમાં જણાવાયું છે કે આ ઘટનામાં ડઝનેક અન્ય લોકો   ઘાયલ થયા છે.

ઘટના બાદ બચાવકર્તા અને એમ્બ્યુલન્સને તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.