Not Set/ ટ્રમ્પ પર પાકિસ્તાનના પીએમએ ઠાલવ્યો ગુસ્સો,કહ્યું અમને બલીનો બકરો બનાવ્યા પહેલા જોઈ લ્યો આ આંકડા

હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાન પર એક વિવાદિત નિવેદન આપ્યું છે. ટ્રમ્પ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે પાકિસ્તાને અમેરિકાની કોઈ મદદ કરી નથી. પાકિસ્તાનને ખબર હતી કે લાદેન ક્યાં છુપાયેલો છે તેમ છતાં કહ્યું ન હતું અને હવેથી કોઈ ઓન નાણાકીય સગવડ પાકિસ્તાનને નહી કરવામાં આવે તેમ કહ્યું હતું. https://twitter.com/ImranKhanPTI/status/1064482777054220289 આ નિવેદનની […]

Top Stories World Trending Politics

હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાન પર એક વિવાદિત નિવેદન આપ્યું છે.

ટ્રમ્પ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે પાકિસ્તાને અમેરિકાની કોઈ મદદ કરી નથી. પાકિસ્તાનને ખબર હતી કે લાદેન ક્યાં છુપાયેલો છે તેમ છતાં કહ્યું ન હતું અને હવેથી કોઈ ઓન નાણાકીય સગવડ પાકિસ્તાનને નહી કરવામાં આવે તેમ કહ્યું હતું.

https://twitter.com/ImranKhanPTI/status/1064482777054220289

આ નિવેદનની પાકિસ્તાનના વડાપ્રધાને આલોચના કરી છે અને કહ્યું છે પાકિસ્તાનને બલીનો બકરો બનાવવાની જગ્યાએ અમેરિકાએ જાતે મૂલ્યાંકન કરવું જોઈએ કે આખરે શા માટે ૧ ટ્રીલીયન ડોલર ખર્ચ, એક લાખ ૪૦ હજારથી વધારે નાટો સૈનિક અને અઢી લાખથી વધારે અફગાન સૈનિકો હોવા છતાં આજે પણ તાલીબાન સૌથી વધારે મજબુત છે ?

https://twitter.com/ImranKhanPTI/status/1064483393335898113

વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનના બલિદાનના અમુક આંકડા ટ્વીટ કર્યા છે અને કહ્યું હતું કે ટ્રમ્પ સામે આ આંકડા રાખવા જરૂરી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન જેટલું બલીદાન કોઈ નહી કરી શકે.૯/૧૧માં થનારા હુમલામાં પાકિસ્તાન શામેલ નહતું તેમ છતાં આતંકવાદ વિરુદ્ધ અમે અમેરિકાને સાથ આપ્યો હતો. આ લડાઈમાં ૭૫,૦૦૦ પાકિસ્તાનીના જીવ ગયા છે અને અર્થવ્યવસ્થાને પણ ૧૨૩ અરબ ડોલરનું નુકશાન થયું હતું.

https://twitter.com/ImranKhanPTI/status/1064483937270018048

ઇમરાન ખાને જણાવ્યું હતું કે અફગાનિસ્તાનમાં તૈનાત ૧૦,૦૦૦થી પણ વધારે અમેરિકી સૈનિકો માટે પાકિસ્તાન વારંવાર પોતાના હવાઈ માર્ગ અને રસ્તાને વાપરવાની છૂટ આપે છે.શું ટ્રમ્પ બીજા કોઈ તેના સાથીનું નામ જણાવી શકે છે જેણે આટલું બધું ખોઈ દીધું હોય ?

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના માનવાધિકારના મંત્રી શીરીન મજારીએ પણ કહ્યું હતું કે પાકિસ્તાનનું ટ્રમ્પ વિરુદ્ધ ઝેર વરસાવવું એ યોગ્ય છે તેને લીધે બીજા દેશનું ધ્યાન તો જાય જે દેશના નેતા અમેરિકાને સારું માની રહ્યા છે.