થાઇલેન્ડના કોરાત શહેરમાં શનિવારે એક સનકી સૈનિકે સામાન્ય લોકો પર ગોળીબાર કર્યો છે. ઝાકરાપંથ નામના આ વ્યક્તિએ અત્યાર સુધીમાં 20 લોકોની હત્યા કરી છે. જ્યારે 20 થી વધુ લોકોને એક શોપિંગ મોલમાં બંધક બન્યા છે. થાઇલેન્ડ હેલ્થ ઓથોરિટીએ અહેવાલ આપ્યો હતો કે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 20 થઈ ગઈ છે.
જ્યારે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ કોંગચિપ તાંત્રવાનિચે કહ્યું કે આ હુમલામાં અત્યાર સુધીમાં 20 લોકો માર્યા ગયા છે.
બંદૂકધારી સોશિયલ મીડિયા પર પણ આખી ઘટના પ્રસારિત કરી રહ્યો છે. આ સૈનિક આર્મીની ગાડીમાં સવાર હતો અને લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તે કોરાત શોપિંગ મોલના ટર્મિનલ 21 માં છુપાયો હતો અને લોકોને ત્યાં બંધક બનાવ્યો હતો. અહીંથી તે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી રહ્યો છે.
પહેલા તેના કમાન્ડરને ઠાર કર્યો
બંદૂકધારીએ સૈન્ય બેઝમાં પહેલા તેના કમાન્ડર અને અન્ય બે સૈનિકોને મારી નાખ્યા. તેણે ફેસબુક પર પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે તેણે બદલો લેવો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે એક ખાનગી મકાનમાં પણ કેટલાક લોકોને ગોળી મારી છે, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે.
તેના કમાન્ડરની હત્યા કર્યા પછી, તે લશ્કરી બેઝમાંથી વાહન ‘હમવી’ અને હથીયારની ચોરી કરી બહાર નીકળી ગયો હતો.
આર્મીનો ગણવેશ અને હેલ્મેટ પહેરીને શંકાસ્પદ વ્યક્તિએ એક ભયાનક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે કહે છે કે તે ગોળીઓ ચલાવીને થાકી ગયો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
