દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે શનિવારે યોજાયેલા મતદાનમાં દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટી (આપ) ને ભારે ટેકો આપ્યો છે. તમામ જાતિ, ઉમ્ર અને આવક વર્ગનાં મતદારોએ ‘આપ’ ની તરફેણમાં મત આપ્યો, પરંતુ મુસ્લિમ સમુદાયની મત આપવાની રીત મજબૂત રહી. આઈએએનએસ-સીવોટર એક્ઝિટ પોલનાં પરિણામો અનુસાર, મુસ્લિમ સમુદાયનાં 60 ટકા મતદારોએ ‘આપ’ ની તરફેણમાં મત આપ્યા હતા, જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને મળેલા સમુદાયનાં મતોથી લગભગ બમણા છે.
સર્વેમાં દિલ્હીનાં તમામ 70 વિધાનસભા મત વિસ્તારનાં 11,839 મતદારોને આવરી લેવામાં આવ્યા છે. તેમને પૂછાતા પ્રશ્નોનાં આધારે તૈયાર કરેલા સર્વેનાં પરિણામો મુજબ, દિલ્હીનાં 60 ટકા મુસ્લિમ મતદારોએ આપની તરફેણમાં મત આપ્યો હતો જ્યારે સમુદાયનાં 18.9 ટકા મતદારોએ ભાજપનાં પક્ષમાં અને 14.5 ટકા કોંગ્રેસનાં પક્ષમાં મત આપ્યા હતા.
શનિવારે દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. ચૂંટણી પરિણામ મંગળવારે આવશે. પોલ્સ ઓફ પોલ્સ મુજબ, અરવિંદ કેજરીવાલ ફરીથી દિલ્હીની ગાદી પર બેસી શકે છે. એક્ઝિટ પોલ જારી કરનારી તમામ એજન્સીઓ અનુસાર, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર એકવાર ફરી બનવા જઇ રહી છે. ટાઇમ્સ નાઉનાં એક્ઝિટ પોલમાં હવે આમ આદમી પાર્ટીને 44 બેઠકો મળી રહી છે. વળી, ભાજપને 26 બેઠકો મળી રહી છે. કોંગ્રેસનું ખાતું ફરી એકવાર ખુલ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
