ગુજરાતી સંસ્કૃતિની ઓળખ સમાન ગરબાના તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેવામાં એક સમાજ એવો પણ છે જે પ્રાચીન બેઠા ગરબા પણ વિશેષ રૂપે ઉજવાતો આવ્યો છે આવું જોઈએ શું છે આ પ્રાચીન અને ઐતિહાસિક બેઠક ગરબાનો ઇતિહાસ…

નવરાત્રીના ગરબાની વાત આવે એટલે હવે તો મોટા મોટા ગરબા આયોજકોના મેદાન રમવા માટે ખર્ચવા પડતા મોંઘા પાસના ખર્ચા, સાથે સાથે બજારોમાં મોંઘીદાટ આભૂષણ અને ચણિયાચોળીની ખરીદી, સાથે સાથે પુરુષો માટેના પારંપારિક પોશાક અને ત્યારબાદ નવ દિવસ જાખમજોળ અને મોટા અવાજ સાથે વાગતા સ્પીકરોના અવાજ વચ્ચે ગરબા મેદાનોમાં ગરબા રમવા જવાનું.

પણ આજે આપણે વાત કાંઇ અલગ એવા બેઠા ગરબાની કરવી છે… કલમ, કરછી અને બરછી આ ત્રણ સાધનોથી પોતાની ઓળખ ધરાવતો નાગર સમાજ એ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ત્યારે મૂળ ગુજરાતના નાગર સમાજમાં મોગલોના સામ્રાજ્ય સમયથી જ બેઠા ગરબાનો વિશેષ મહત્વ રહ્યુ છે. આપણા તેહવાર પ્રસંગો દરમિયાન અને ખાસ કરીને નવરાત્રિમાં જુના સમયમાં મહિલાઓ જ્યારે બહાર ગરબા રમવા નહોતી જતી ત્યારથી જ માતાની આરાધના કરવાનું વિશેષ સૌભાગ્ય મહિલાઓને પણ પ્રાપ્ત થાય તે હેતુથી સાચા અર્થમાં માતાની આરાધના કરાવતા આસ્થા સાથેના બેઠા ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. અને આ કેટલા હજાર વર્ષોથી આજ મુજબ ચાલતું આવ્યું છે.

પોતાના ઘરમાં જ અથવા તો સમાજના કોઈ એક નક્કી કરેલા વાડી અથવા સ્થળ પાસે માં અંબાના શણગાર કરી અને ગરબો બેસાડી તેની પાસે બેસીને જ એક વ્યક્તિ માતાની ગરબાની શરૂઆત કરે અને બીજા કોરસ સાથી આગળની ગરબાની કડીને ઝીલતા હોય છે. આ બેઠા ગરબામાં ઘરના સ્ત્રી અને પુરુષો સાથે બેસી અને માતા અંબાની આરાધના માટે સુરમય અવાજમાં પ્રાચીન ગરબા ગાવાનો વિશેષ આનંદ માણતા હોય છે.
જાણીતા બોલિવૂડ ગાયીકા ભૂમિ ત્રિવેદી પણ આ જ સમાજના સભ્ય છે ત્યારે વડોદરામાં વસતા તેમના માતા પિતાના ઘરે જ આ બેઠા ગરબાની પ્રેક્ટિસ કરવામાં આવે છે ત્યારે આ સમાજના વર્ષો જુના સંસ્કાર અને સંસ્કૃતિના બેઠા ગરબા વિશે ભૂમિ ત્રિવેદીના માતા સંગીતા ત્રિવેદી વાત કરતા આનંદીત થાય છે.

ત્યારે વડોદરાના પણ નાગર સમાજ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની આ વર્ષો જૂની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા માટે બેઠા ગરબાની સ્પર્ધા યોજવામાં આવે છે. જેના ભાગરૂપે વડોદરાનું મહિલા અને પુરુષ મંડળ ભેગું થઈ અને એકસાથે આ બેઠક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.
કોઈપણ સમાજ પોતાના સંસ્કાર અને વર્ષો જીના આ રીત રિવાજને પોતાની આવનારી પેઢીમાં પણ ઉતારવા માટે ઉત્સુક હોય છે ત્યારે નવા યુવાઓ અને બાળકો આવી જૂની વાતો અને સંસ્કારને પોતાના જીવનમાં ઉતારે તે આજકાલ એટલું સરળતાથી જોવા નથી મળતું પરંતુ નાગર સમાજની દીકરીઓ પણ પોતાની આ સંગીતમય બેઠક ગરબાની માતાની આરાધના કરતા ઇતિહાસને આગળ વધારવામાં આનંદ અને સંસ્કાર સમજી ગૌરવ છે.

નાગર સમાજ પોતાના દરેક કામમાં યોગ્યતા કેળવીને જ આગળ વધતા હોય છે એવું માનવામાં આવે છે ત્યારે એ વાત હોય કોઈ સરકારી હોદ્દા ઉપર જવાબદારી નિભાવી ચુકેલ સાહિત્યકાર કુલીનચંદ્ર યાજ્ઞિકની કે પછી મુંબઈ સ્ટેટમાંથી સ્વતંત્ર ગુજરાત બનાવનાર ઇન્દુ ચાચાની કે પછી વાત હોય ગોવર્ધનરામ ત્રિપાઠીની કે વડોદરામાં જેમના ઘરે આ બેઠા ગરબાની પ્રેક્ટિસ કરવામાં આવે છે.
તેવા બોલીવુડ ખ્યાતનામ સિંગર ભૂમિ ત્રિવેદીની.. તેઓ પોતાના સો ટકા સાથેના પર્ફોર્મન્સ આપવામાં સફળ સાબિત થતા હોય છે ત્યારે માનવામાં આવે છે કે મૂળ જુનાગઢ થી શરૂ થયેલા બેઠા ગરબામાં વિશેષ પ્રકારે નાગર સમાજની સંસ્કાર અને સંસ્કૃતિ ની છબી છતી થાય છે ત્યારે પોતાની આગવી શૈલી માટે ઓળખાતો આ સમાજ પોતાની વર્ષો જૂની આ બેઠા ગરબાની સંસ્કૃતિને જીવંત રાખવા સાથે સાથે માતાની આરાધના કરવાનો આ અવસર નહીં ચૂકવાના સફળ પ્રયાસ કરી રહ્યો છે.
