Not Set/ ટ્રેડ વોર : ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આપી બે મોટી ધમકી … જાણો અહીં

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર નું સંકટ વધતું જાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન થી આયાત થતા બધા માલ પર ટેક્સ લગાવવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, જો જરૂરી લાગ્યું તો તેઓ ચીનથી આયાત થતા બધા સામાન પર ટેક્સ લગાવી શકે છે. ટ્રમ્પએ 2017માં ચીનથી આયાત થયેલા 505.5(લગભગ 34,79,478 કરોડ રૂપિયા) […]

Top Stories World

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર નું સંકટ વધતું જાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન થી આયાત થતા બધા માલ પર ટેક્સ લગાવવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, જો જરૂરી લાગ્યું તો તેઓ ચીનથી આયાત થતા બધા સામાન પર ટેક્સ લગાવી શકે છે.

ટ્રમ્પએ 2017માં ચીનથી આયાત થયેલા 505.5(લગભગ 34,79,478 કરોડ રૂપિયા) અરબ ડોલરના સામાનનો હવાલો આપતા કહ્યું કે હું 500 અરબ ડોલરની આયાત પર ટેક્સ લગાવવા તૈયાર છું.

એમણે કહ્યું હું આ રાજનીતિ માટે નથી કરી રહ્યો, પરંતુ મારા દેશની ભલાઈ માટે કરી રહ્યો છે. ચીન દ્વારા અમને લાંબા સમય સુધી ઠગવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે આ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન થી આયાત થતી વસ્તુઓ પર ટેક્સ લાદી ચુક્યા છે. જે કારણે ટ્રેડ વોર શરુ થયું હતું.