Kutch News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે BSF 85 બલૂચ વિજેતા બટાલિયનનાં જવાનોને અભિનંદન પાઠવ્યા

1971ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને 21 માં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યુ હતુ.

Top Stories Gujarat Others

Kutch News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) શાળા પ્રવેશોત્સવ-2025ના ત્રીજા દિવસે આવતી કાલે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સ (Border Security Force) બી.એસ.એફ.ની 85 બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું .

1971ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને 21 માં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યુ હતુ.

85 બટાલિયને રેજિમેન્ટલ ઈન્સિગ્નિયા અને રાઈફલ રેક જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને 1971ના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને બલુચ વિજેતાની ઓળખ અપાવી છે એટલું જ નહીં, ઓપરેશન સિંદુરમાં પણ 85 બટાલિયન બી.એસ.એફ.એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

મુખ્યમંત્રીએ દેશની સીમાની સુરક્ષા કરતા બી.એસ.એફ.ના આ જવાનો સાથે સંવાદ ગોષ્ઠી પણ કરી હતી અને રણની વિષમ પરિસ્થિતિમાં પણ દેશની સરહદના સંત્રી તરીકે ખડે પગે રહેવાની ફરજ નિષ્ઠાની પ્રસંશા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેના અને સુરક્ષા બળોએ ઓપરેશન સિંદૂરની જે સફળતા મેળવી છે તે માટે મુખ્યમંત્રી સૌ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીએ જવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતામાં જવાનોએ દેશ પ્રત્યેના ઉત્તમ સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહજી જાડેજા, ધારાસભ્ય કેશુ પટેલ, બી.એસ.એફ વેસ્ટર્ન કમાન્ડના એડીજી એસ.એસ.ખંધારે, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, બી.એસ.એફ ભુજના ડીઆઇજી અનંતકુમાર સિંઘ, 85 બટાલિયનના કમાન્ડન્ટ શિવકુમાર સહિત જવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નેવી ક્લાર્કે 50 હજાર રૂપિયામાં પાડોશી દેશને ‘ઓપરેશન સિંદૂર’ની માહિતી આપતા ધરપકડ

આ પણ વાંચો:સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરી મુખ્યમંત્રીએ ‘સિંદૂર વન’ નિર્માણનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર બાદ ગૃહમંત્રી અમિત શાહ આજથી પ. બંગાળના બે દિવસના પ્રવાસે