Not Set/ અમેરિકાએ પણ કબુલ્યું: પાકિસ્તાનમાં જ છુપાયો છે દાઉદ

લંડન,  પાકિસ્તાન પોતાના દેશમાં અપરાધીઓ અને ત્રાસવાદીઓને શરણ આપે છે તે બાબત પહેલાથી જ જાણીતી રહી છે પરંતુ પાકિસ્તાન આવા જુદા જુદા દેશોના દાવાને હમેંશા રદિયો આપ્યો છે. હવે પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની કબુલાત અમેરિકાએ પણ કરી છે. અમેરિકાએ પણ લંડનની કોર્ટમાં કબુલાત કરી છે કે આ બાબતના પુરતા પુરાવા છે કે અંડરવર્લ્ડ ડોન અને […]

World

લંડન, 

પાકિસ્તાન પોતાના દેશમાં અપરાધીઓ અને ત્રાસવાદીઓને શરણ આપે છે તે બાબત પહેલાથી જ જાણીતી રહી છે પરંતુ પાકિસ્તાન આવા જુદા જુદા દેશોના દાવાને હમેંશા રદિયો આપ્યો છે. હવે પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની કબુલાત અમેરિકાએ પણ કરી છે.

અમેરિકાએ પણ લંડનની કોર્ટમાં કબુલાત કરી છે કે આ બાબતના પુરતા પુરાવા છે કે અંડરવર્લ્ડ ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં સક્રિય છે. તે પાકિસ્તાનમાં બેસીને પોતાના અપરાધના નેટવર્કને ચલાવી રહ્યો છે. અપરાધ સિન્ડિકેટને લઇને મોટા કારોબારીઓમાં હમેંશા ફફડાટ રહે છે.

અમેરિકાની તપાસ સંસ્થા એફબીઆઇ  દ્વારા લંડનની કોર્ટમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. દાઉદના ખાસ સાથી જાબિર મોતીવાલાના અમેરિકામાં પ્રત્યાર્પણના ટ્રાયલના પ્રથમ દિવસે અમેરિકા તરફથી વકીલ જાન હાર્ડીએ કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે એફબીઆઇ ન્યુયોર્કમાં જ ડી કંપનીના લિન્કમાં તપાસ કરે છે. ડી કંપનીનુ નેટવર્ક પાકિસ્તાન, ભારત અને યુએઇમાં ફેલાયેલુ છે.

આ કંપનીના લીડર તરીકે ભારતીય મુસ્લિમ દાઉદ ઇબ્રાહિમ છે જે પાકિસ્તાનમાં રહે છે. એફબીઆઇ તરફથી રજૂઆત કરતા તેમણે કહ્યુ હતુ કે દાઉદ અમેરિકામાં પણ પોતાનુ નેટવર્ક ફેલાવવા માટેના પ્રયાસ કરી રહ્યો છે. ખાસ કરીને મની લોન્ડરિંગ અને ખંડણી વસુલ કરવાનુ કામ ડી કંપની કરે છે.

જાબિરને અમેરિકામાં લઇ જઇને પુછપરછ કરવાનો મામલો લંડનની કોર્ટમાં ચાલી રહ્યો છે. મોતીલાલને લંડનમાંથી એફબીઆઇ દ્વારા 2018માં અંડરકવર એજન્ટ મારફતે પકડી પાડવામાં આવ્યો હતો. જાબિર મોતીવાલના પ્રત્યાર્પણના પ્રયાસો ચાલી રહ્યા છે. એફબીઆઇની તપાસમાં ખુલાસો થયો છે કે મોતીલાલ સીધી રીતે દાઉદને રિપોર્ટ કરે છે. દાઉદના આ સાથીનુ કામ ખંડણી એકત્રિત કરવાનુ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.