Not Set/ વિજય માલ્યાએ પ્રત્યાર્પણ વિરુદ્વ અપીલ માટે ફરી યુકે કોર્ટમાં કરી અરજી

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ બ્રિટનની સર્વોચ્ચ ન્યાયલયમાં પોતાના પ્રત્યાર્પણની વિરુદ્વ અપીલ કરવા માટે ફરીથી અરજી કરી છે. ભારત દ્વારા જ્યારે માલ્યાના પ્રત્યાર્પણના સતત પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે માલ્યાએ ફરી એક વખત અરજી કરીને પ્રત્યાર્પણ રોકવા માટે અરજી કરી છે. માલ્યાએ ભારતીય બેંકોને રૂ.9000 કરોડનો ચૂનો લગાડ્યો છે અને મની લોન્ડિરંગ કેસનો પણ આરોપી […]

Top Stories World Business

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ બ્રિટનની સર્વોચ્ચ ન્યાયલયમાં પોતાના પ્રત્યાર્પણની વિરુદ્વ અપીલ કરવા માટે ફરીથી અરજી કરી છે. ભારત દ્વારા જ્યારે માલ્યાના પ્રત્યાર્પણના સતત પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે માલ્યાએ ફરી એક વખત અરજી કરીને પ્રત્યાર્પણ રોકવા માટે અરજી કરી છે. માલ્યાએ ભારતીય બેંકોને રૂ.9000 કરોડનો ચૂનો લગાડ્યો છે અને મની લોન્ડિરંગ કેસનો પણ આરોપી છે.

કિંગફિશર એરલાઇન્સના પૂર્વ પ્રમોટર માલ્યાએ અગાઉ શુક્રવારે કરેલી પ્રત્યાપર્ણ વિરુદ્વની એક અપીલને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ માલ્યા પાસે બીજી વાર સુનાવણી માટે ફરી અરજી કરવા માટે પાંચ દિવસનો સમય હતો.

ન્યાયાલયના એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે એક રિન્યુઅલ ફોર્મ મળ્યું છે અને આગામી સમયમાં તેને સુચીબદ્વ કરવામાં આવશે. બ્રિટનના ગૃહમંત્રી સાજિદ જાવિદે માલ્યાના પ્રત્યાર્પણના ન્યાયાલયના આદેશ પર ફેબ્રુઆરી મહિનામાં હસ્તાક્ષર કર્યા હતા.