Not Set/ ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેવાનું વિશ્વ બેંકનું અનુમાન, મોંઘવારી દરમાં પણ થયો ઘટાડો

વિશ્વ બેંકે પ્રવર્તમાન નાણાંકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ખાનગી ક્ષેત્રે રોકાણમાં મજબૂતી, ચીજવસ્તુની માંગમાં વૃદ્વિ અને નિકાસમાં સુધારાને કારણે વિશ્વ બેંકે આ અનુમાન વ્યક્ત કર્યું છે. વિશ્વ બેંકે એક રિપોર્ટમાં આમ જણાવ્યું છે. વિશ્વ બેંકે દક્ષિણ એશિયા પર રવિવારે જારી કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે નાણાંકીય વર્ષ 2018-19 […]

India

વિશ્વ બેંકે પ્રવર્તમાન નાણાંકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ખાનગી ક્ષેત્રે રોકાણમાં મજબૂતી, ચીજવસ્તુની માંગમાં વૃદ્વિ અને નિકાસમાં સુધારાને કારણે વિશ્વ બેંકે આ અનુમાન વ્યક્ત કર્યું છે. વિશ્વ બેંકે એક રિપોર્ટમાં આમ જણાવ્યું છે.

વિશ્વ બેંકે દક્ષિણ એશિયા પર રવિવારે જારી કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન જીડીપી વૃદ્વિદર 7.2 ટકા નોંધાયો હતો. વિશ્વ બેંક અને IMF ની એક બેઠક અગાઉ આ રિપોર્ટ જારી કરાયો હતો.

ઔદ્યોગિક વિકાસદરમાં વૃદ્વિ

રિપોર્ટ મુજબ પહેલા ત્રિમાસિક ગાળાના આંકડાઓથી માલુમ પડે છે કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્વિ જોવા મળી છે. ઔદ્યોગિક વિકાસદર વધીને 7.9 ટકા રહેવા પામ્યો છે. સેવા ક્ષેત્રમાં જે નબળાઇ જોવા મળી હતી તે ઔદ્યોગિક ક્ષેત્રમાં તેજીને કારણે ભરપાઇ થઇ ગઇ હતી. કૃષિ ક્ષેત્રમાં પણ 4 ટકાનો મજબૂત વૃદ્વિદર નોંધાયો હતો.

મોંઘવારી ઘટી

રિપોર્ટ અનુસાર જુલાઇ 2018 થી ખાદ્યપદાર્થોની કિંમતમાં ઘટાડો તેમજ તેલની કિંમતોમાં પણ નરમાઇની સાથોસાથ રૂપિયાના એક્સચેન્જ દરોમાં તેજીને કારણે મોંઘવારી દરમાં ઘટાડો જોવા મળ્યો છે.

આરબીઆઇ કરતા ઓછા ફુગાવા દરનો અંદાજ

વિશ્વબેંક અનુસાર ફેબ્રુઆરી 2019માં ફુગાવા દર 2.6 ટકા રહ્યો હતો અને 2018-19 માં તે સરેરાશ 3.5 ટકાના દરે જોવા મળ્યો હતો. આ દર રિઝર્વ બેંકના 4 ટકાના લક્ષ્યાંકથી ઓછો છે. તેને કારણે જ આરબીઆઇએ રેપો રેટ પર કાપ મુક્યો હતો.