Not Set/ ADC બેંક માનહાની કેસ મામલો, રાહુલ ગાંધી-રણદીપ સુરજેવાલા સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થવા સમન્સ  

અમદાવાદ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંઘી અને કોંગ્રેસના પ્રવકતા રણદીપ સૂરજેવાલને અમદાવાદની મેટ્રો કોર્ટે સમન્સ પાઠવતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. જેના કારણે રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. રાહુલ ગાંધીને 27 મે ના રોજ મેટ્રો કોર્ટ સમક્ષ હાજર થવાનો કોર્ટે હુકમ કર્યો છે જેમાં અમદાવાદની એડીસી બેંક દ્રારા રાહુલ ગાંધી અને રણદીપ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંઘી અને કોંગ્રેસના પ્રવકતા રણદીપ સૂરજેવાલને અમદાવાદની મેટ્રો કોર્ટે સમન્સ પાઠવતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. જેના કારણે રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. રાહુલ ગાંધીને 27 મે ના રોજ મેટ્રો કોર્ટ સમક્ષ હાજર થવાનો કોર્ટે હુકમ કર્યો છે જેમાં અમદાવાદની એડીસી બેંક દ્રારા રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલ પર માનહાનીનો દાવો કર્યો હતો. દેશમાં નોટબંધી કરવામાં આવી ત્યારે રાહુલ ગાંધી અને સૂરજેવાલ દ્રારા એડીસી બેંક દ્રારા નોટોની ફેરબદલનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

શું છે ADC માનહાનિ કેસ:

નોટબંધી વખતે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક (એડીસી બેંક) દ્વારા પાંચ જ દિવસમાં 745 કરોડની નોટ બદલવા મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યા હતા અને રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેથી ADC બેંકના ચેરમેન અજય પટેલે બેંકની બદનક્ષી થઇ હોવાનો આરોપ મુકીને અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.