દુનિયાના સૌથી મોટા બે એરક્રાફ્ટ બોડીવાળા વિમાને કેલિફોર્નિયામાં પહેલી વખત ઉડાન ભરી છે. આ વિમાનનું પરીક્ષણ આશરે અઢી કલાક સુધી મોજાવે રેગિસ્તાન પર કરવામાં આવ્યું. આ વિમાનમાં 6 બોઈન્ગ 747 એન્જિન લાગેલા છે. વિમાનનો પંખો એક ફુટબોલ મેદાન કરતા પણ મોટો છે. જેને સ્કેલ્ડ કમ્પોડિટ્સ એન્જિનીયરિંગ કંપનીએ તૈયાર કર્યો છે.

આ વિમાન રોકેટ અને ઉપગ્રહોને અંતરિક્ષમાં તેમની સ્પેસ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. હાલના સમયમાં ટેકઓફ રોકેટની મદદથી ઉપગ્રહોને સ્પેસમાં મોકલવામાં આવે છે. જો આ યોજના સફળ નિવડશે તો ઉપગ્રહોને સ્પેસ સુધી પહોંચાડવા આ વિમાન શ્રેષ્ઠ વિકલ્પ હશે અને ઉપગ્રહ છોડવાનો ખર્ચ પણ ઘટશે.
