બપ્પી દા અબ નહીં રહે… ભારતીય સંગીત જગતના સૌથી લોકપ્રિય ગાયકો અને સંગીતકારોની યાદીમાં તેમનું નામ સામેલ છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બપ્પી લાહિરીના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેંડુલકરે ટ્વિટ કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અને તેમના એક યાદગાર ગીતની એક લાઇન પણ શેર કરી છે. બપ્પી દાએ 69 વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુના સમાચાર ચાહકો માટે આઘાતથી ઓછા નથી.
આ પણ વાંચો: બપ્પી લહેરીના નિધનથી દેશ શોકમાં ગરકાવ, PM મોદી, અમિત શાહ, રાજનાથ સિંહે વ્યક્ત કર્યો શોક
તેંડુલકરે ટ્વિટર પર લખ્યું, “મેં બપ્પી દાના સંગીતનો ખૂબ આનંદ લીધો છે, ખાસ કરીને યાદ રહા હૈ… આ ગીત ડ્રેસિંગ રૂમમાં ઘણી વખત સાંભળ્યું છે. તેમની પ્રતિભાની શ્રેણી શાનદાર હતી. તમે અમને હંમેશા યાદ રહેશો બપ્પી દા.
I really enjoyed Bappi Da's music, especially “yaad aa raha hai” – heard it several times in the dressing room. The range of his talent was truly amazing.
आप हमेशा हमें याद रहोगे बप्पी दा! pic.twitter.com/NFougJVt8c— Sachin Tendulkar (@sachin_rt) February 16, 2022
હોસ્પિટલના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, બપ્પી લાહિરીની છેલ્લા એક મહિનાથી સારવાર ચાલી રહી હતી અને સોમવારે જ તેમને રજા આપવામાં આવી હતી. ડૉક્ટરનું કહેવું છે કે, બપ્પી લાહિરીનું મૃત્યુ OSA (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ના કારણે થયું છે. બપ્પી લાહિરી, જે બપ્પી દા તરીકે જાણીતા છે, તેમણે સંગીત ઉદ્યોગમાં તેમની ધૂન અને ગીતો વડે એક અલગ પ્રકારનો રાગ બનાવ્યો. વિરાટ કોહલીએ પણ બપ્પી દાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
A icon of the Indian music industry. Bappi Lahiri you will be missed. May you RIP 🙏🏻
— Virat Kohli (@imVkohli) February 16, 2022
