#NewsDelhinews/ યશવંત વર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, કહ્યું કે કોઈ યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી!

જસ્ટિસ યશવંત વર્માએ તેમની સામે તપાસ બાદ જારી કરાયેલા રિપોર્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી આંતરિક સમિતિના રિપોર્ટને રદ કરવાની માંગ કરી છે.

NATIONAL Top Stories India Breaking News

Breaking News: દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ યશવંત વર્માના દિલ્હીના ઘર માંથી કરોડો રૂપિયાની નગદ મળી આવતા બુમરાણ મચી ગયો હતો. ઇન હાઉસ ઈન્કવાયરી કમિટી દ્વારા આ મામલાની તપાસ હાથે ધરી હતી. એવામાં જસ્ટિસ યશવંત વર્મા સામે FIR નોંધવાની માંગ ઉભી થઇ છે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ FIR નોંધવાની માંગમાં સહમત થયા. એવામાં આજે સુપ્રીમ કોર્ટએ જસ્ટિસ યશવંત વર્મા સામે FIRની માંગ કરતી અરજીને રદ કરાય હતી.

એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ, જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચ દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે ભારતના મુખ્ય જસ્ટિસે ઇન-હાઉસ તપાસ સમિતિનો રીપોર્ટ અને જસ્ટિસ વર્માનો જવાબ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલી દીધો છે.

જસ્ટિસ યશવંત વર્માએ તેમની સામે તપાસ બાદ જારી કરાયેલા રિપોર્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી આંતરિક સમિતિના રિપોર્ટને રદ કરવાની માંગ કરી છે.

જસ્ટિસ વર્માએ અરજીમાં કહ્યું છે કે રિપોર્ટ તૈયાર કરવામાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી જેના આધારે તત્કાલીન CJI સંજીવ ખન્નાએ તેમની સામે મહાભિયોગ કાર્યવાહીની ભલામણ કરી હતી. તમને જણાવી દઈએ કે ન્યાય વિભાગની ભલામણ પર, સરકાર યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દા પર ચોમાસુ સત્રમાં ચર્ચા થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય આકાશમાં દુશ્મનોનો સામનો કરવામાં આવશે, સ્વદેશી એરબોર્ન અર્લી વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમને મળી લીલી ઝંડી!

આ પણ વાંચો:બિહારમાં ચૂંટણી પહેલા CM નીતિશ કુમારની મોટી જાહેરાત, 125 યુનિટ વીજળી વિના મુલ્યે ઉપયોગ કરી શકાશે!

આ પણ વાંચો:આ છે પ્લેન ક્રેશની બચાવ કામગીરીના રિયલ હીરોઝ, તેમના અનુભવો તેમના જ શબ્દોમાં