Ahmedabad News/ તમે કેમેરાની નજરમાં છો! શહેરના તમામ PI પર કસાયો સકંજો, તમામ ગતિવિધિનો હવે રેકોર્ડ રહેશે

પીઆઈની ચેમ્બરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ પણ રાખવું પડશે

Top Stories Ahmedabad Gujarat

 Ahmedabad News : અમદાવાદની ટ્રાફિકની સમસ્યાસદિવસે દિવસે વઝતી જાય છે પણ તેનો કોઈ ઉકેલ જડતો નથી. જેને પગલે ગુજરાત હાઈકોર્ટે ઘણીવાર ટ્રાફિક પોલીસને ફટકાર પણ લગાવી છે. તેમ છતાં જોકે આ સમસ્યાનો કોઈ ઉકેલ દેખાતો નથી. પરંતુ હવે એવું નહીં બને..કારણ કે શહેરના તમામ પીઆઈ હવે CCTV કેમેરાની નજરમાં હશે, તેમના પર 24 કલાક વોચ રહેશે. હાઈકોર્ટની ટકોર બાદ તમામ ગતિવિધિનો હવે રેકોર્ડ રહેશે. એટલું જ નહીં, પીઆઈને કોણ મળવા આવ્યું, શું વાત થઈ તે તમામ ગતિવિધિનો હવે રેકોર્ડ રહેશે.

અગાઉ ડીસ્ટાફની ઓફિસ અને PIની ચેમ્બરમાં CCTV નહોતા. પરંતુ હવે એવું નહીં બને.અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જી હા…તેનાથી પોલીસ સ્ટેશનના પીઆઈ સીધા જ કેમેરાની નજર સામે હશે, અને સ્ટેશનની અંદર ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવવા ગુજરાત હાઈકોર્ટે અવાર ગૃહ વિભાગ અને ડીજીપીને ટકોર કરી રહી હતી. જેના ભાગરૂપે પોલીસ સ્ટેશનના પીએસઓની કેબિન, લોકઅપ, ફરિયાદ રૂમ, વેઈટિંગ રૂમ, પોલીસ સ્ટેશનની બહારનો વિસ્તાર કવર થાય તે રીતે સીસીટીવી કેમેરા લગાવાયા હતા.

હવે જે તે પોલીસ સ્ટેશનમાં પીઆઈની ઓફિસમાં લાગેલા કેમેરાથી જોઈ શકાશે કે પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર છે કે નહીં, ચેમ્બરમાં બેઠા બેઠા કોની સાથે શું વાત કરી રહ્યા છે, પીઆઈને મળવા કોણ આવી રહ્યું છે, તે તમામ બાબતો ઉપર હવે બાજ નજર રહેશે. છેલ્લા એક અઠવાડિયાની અંદર તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ચેમ્બરોમાં સીસીટીવી કેમેરા દેવામાં પરબાજ નજર રાખી શકાશે.

સ્ટેશનોમાં લાગેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ 1 મહિના સુધી ફરજિયાત રાખવું પડશે. તેવી જ રીતે પીઆઈની ચેમ્બરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ પણ રાખવું પડશે. જેથી ચેમ્બરમાં બેઠા બેઠા પીઆઈએ કોની સાથે શું વાત કરી અને તેમને મળવા કોણ આવ્યું હતું તેનો તમામ રેકોર્ડ રહી શકે.

આપણે ઘણીવાર જોયું હશે કે મોટાભાગના પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર હોતા નથી, અથવા તો મોડા આવતા હોય છે, પરંતુ સીસીટીવી લાગી જવાથી કેટલાક પીઆઈ હવે 10 વાગ્યે પોલીસ સ્ટેશન આવવાનું ચાલુ કરી દીધું છે. જ્યારે કેટલાકે તો બપોરે ઘરે જમવા જવાનું પણ બંધ કરી દીધું છે અને સતત કેબિનમાં જ હાજર રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: SP રિંગ રોડને 10 લેનનો બનાવવામાં આવશે, આ વાહનોના પ્રવેશ પર રહેશે પ્રતિબંધ

આ પણ વાંચો: હર્ષ સંઘવી; મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય

આ પણ વાંચો: રાહુલ ગાંધી અને PM મોદી ગુજરાતની મુલાકાતે, કોંગ્રેસે 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કેમ કર્યું, જાણો શું છે કાર્યક્રમ?