Gandhinagar News/ તમારી સુરક્ષા તમારા હાથમાંઃ GMERS મેડિકલ કોલેજે મહિલા ડોક્ટરોની સુરક્ષાને લઈ હાથ ખંખેર્યા

કોલકાતાની આર.જી. કાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ડોક્ટર પર ગેંગરેપની અસર આખા દેશ વર વર્તાઈ રહી છે. આના પગલે ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજે મહિલા ડોક્ટરોની સુરક્ષાને લઈને અત્યારથી જ હાથ ખંખેરતા હોય તેમ તેમને રાતે બહાર ન નીકળવા જણાવતા ચકચાર મચી ગઈ છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: કોલકાતાની આર.જી. કાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ડોક્ટર પર ગેંગરેપની અસર આખા દેશ વર વર્તાઈ રહી છે. આના પગલે ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજે મહિલા ડોક્ટરોની સુરક્ષાને લઈને અત્યારથી જ હાથ ખંખેરતા હોય તેમ તેમને રાતે બહાર ન નીકળવા જણાવતા ચકચાર મચી ગઈ છે.

મેડિકલ કોલેજના ડીને જારી કરેલા પરિપત્રમાં મહિલા ડોક્ટરો અને વિદ્યાર્થીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. મહિલા ડોક્ટરોને સુરક્ષા આપવાના બદલે પોતાની સંભાળ રાખવા જણાવ્યું છે.  ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન ડો. શોભના ગુપ્તાએ પરિપત્ર બહાર પાડીને મહિલા ડોકટરો, વિદ્યાર્થીઓ અને સ્ટાફને રાત્રે બહાર ન નીકળવા અને જરૂર જણાય તો કોઈને સાથે લઈ જવા જણાવ્યું છે. હોસ્ટેલમાં પણ મહિલા કે પરિચિત સહકર્મચારી સાથે રહેવા જણાવ્યું છે. તેમણે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ અપ્રિય પરિસ્થિતિ હોય તો મહિલા હેલ્પલાઈન 181 પર ફોન કરો.

GMERS મેડિકલ કોલેજના ડીન ડો. શોભના ગુપ્તાના પરિપત્રને લઈને કોલેજના મહિલા ડોક્ટરો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ડીનના આદેશમાં તેમની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેનો ઉલ્લેખ નથી. ઉલટાનું તેમને સૂચના આપવામાં આવી છે. તેઓનું કહેવું છે કે, ‘ઈમરજન્સીમાં ગમે ત્યારે બહાર જવું પડે છે. આવી સ્થિતિમાં એકલા જવું પડે છે. મેડિકલ કોલેજ પ્રશાસને તેમની સુરક્ષા માટે પગલાં લેવા જોઈએ. તે આ જવાબદારી ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. કોલેજ મેનેજમેન્ટે સમગ્ર કેમ્પસમાં સુરક્ષા કડક કરવી જોઈએ અને અજાણ્યા લોકો પર નજર રાખવી જોઈએ.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોલકાતાના રેપની ગુજરાતમાં અસર, ડોક્ટરો કરશે 24 કલાકની હડતાળ

આ પણ વાંચો: વડોદરામાં સૌપ્રથમ સફળ મૂત્રપિંડ ટ્રાન્સપ્લાન્ટ, મહિલા દર્દીનો ડાયાલિસિસથી છૂટકારો

આ પણ વાંચો: વડોદરા મ્યુનિ.એ સ્વચ્છતા માટે ઇન્દોરના કન્સલ્ટન્ટને સાધ્યો