Jamnagar News/ જામનગરમાં યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો, કર્યો આપઘાતનો પ્રયાસ

પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી તે સતત માનસિક તાણ અનુભવી રહ્યો હતો.

Top Stories Gujarat Others Breaking News
Image 33 જામનગરમાં યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો, કર્યો આપઘાતનો પ્રયાસ

Jamnagar News: જામનગર શહેર(Jamnagar City)ના પટણીવાડ વિસ્તારમાં રહેતો ઇમ્તિયાઝ આરબ (Imtiyaz Arab) નામનો યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયો છે, અને આખરે તેમાંથી મુક્તિ મેળવવા માટે યુવકે ઝેરી દવા પી લીધી છે. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ, તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇમ્તિયાઝ આરબ ઘણા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે કેટલાક વ્યાજખોરો પાસેથી નાણાં ઉછીના લીધા હતા. જોકે, વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી તે સતત માનસિક તાણ અનુભવી રહ્યો હતો. આખરે કંટાળીને તેણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવા (Attempt to suicide)નો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને પોલીસ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરાઇ છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચાઈનીઝ એપથી લોન લેવી ભારે પડી, વ્યાજખોરોએ કર્યું શારીરિક શોષણ

આ પણ વાંચો:ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસ, યુવકની નિર્મમ હત્યા થતાં પરિવાર રોળાયો !

આ પણ વાંચો:ઉમરેઠમાં શ્રમિક યુવાનની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા