Umreth News/ ઉમરેઠમાં શ્રમિક યુવાનની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા

ઉમરેઠમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે ઝેરી દવા ઘટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. તેના લીધે એક કુટુંબે તેનો વડો ગુમાવ્યો છે. શ્રમિક યુવાનના પરિવારે યુવકની આત્મહત્યા પાછળ વ્યાજખોરોના ત્રાસનો પુરાવા સાથે આક્ષેપ કરતા મોડે મોડે પોલીસ તંત્ર જાગ્યું છે.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 11 05T161922.133 ઉમરેઠમાં શ્રમિક યુવાનની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા

Umreth News: ઉમરેઠમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે ઝેરી દવા ઘટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. તેના લીધે એક કુટુંબે તેનો વડો ગુમાવ્યો છે. શ્રમિક યુવાનના પરિવારે યુવકની આત્મહત્યા પાછળ વ્યાજખોરોના ત્રાસનો પુરાવા સાથે આક્ષેપ કરતા મોડે મોડે પોલીસ તંત્ર જાગ્યું છે અને આજે મૃતક યુવકની દફન કરેલ લાશને બહાર કાઢી પેનલ પીએમ માટે મોકલી મોત પાછળનું સાચું કારણ શોધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉમરેઠ નગરમાં પોતાના પરિવાર સાથે કડીયાવાડમાં રહેતા શબ્બીર નૂર મહંમદ કારીગર કડીયા કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે તેણે ગત 30 ઓક્ટોબરના રોજ ઝેરી દવા ઘટગટાવી આત્મહત્યા કરી હતી. પરિવારે મૃતક શબ્બીરે આકસ્મિક આત્મહત્યા કરી બેઠેલ મૃતકનું સમાજ ના રીત રિવાજ મુજબ દફન વિધિ કરી દીધી હતી.

ઘટના બાદ મૃતક શબ્બીરના મોબાઈલમાંથી તેમના ભાઈ સાજીદ કારીગરને તેના મૃતક ભાઈને ધમકી આપતી કેટલીક ઓડિયો કલીપ મળી આવતા તેનો ભાઈ વ્યાજખોરો ના ત્રાસ નો ભોગ બન્યો હોવાનું  સામે આવતા પરિવારે ઉમરેઠ પોલીસમાં સમગ્ર મામલે પુરાવા સાથે ગત 31 મી ના રોજ લેખિત ફરિયાદ આપી હતી જોકે પોલીસ દ્વારા સમગ્ર મામલા ને અકસ્માતે મોતની દ્રષ્ટિ એ જોતાં તપાસ ધીમી ગતિએ શરૂ કરી હતી ,જોકે ઘટના ના અહેવાલ મીડિયા માં પ્રસિદ્ધ થતા પોલીસ હરકત માં આવી છે ..

મોડે મોડે ઉમરેઠ પોલીસે મૃતકના પરિવારની માંગ મુજબ આજે પંચો અને મામલતદાર રૂબરૂ મૃતકની દફન કરેલી લાશને કબરમાં થી બહાર કાઢી હતી. તેને પેનલ પીએમ માટે કરમસદ મેડિકલ ખાતે મોકલી આપવામાં આવી છે ,પેનલ પીએમ રિપોર્ટ બાદ સમગ્ર મામલે પોલીસ વધારાની કલમો ફરિયાદ માં ઉમેરશે.

કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી વગર વ્યાજખોરીનો ધંધો કરતાં શોએબ ઇકબાલભાઈ મેમણ, જુનેદ મેમણ, તાહિર મહંમદ મિયા સાબીરભાઈ કુરેશી, હિરેન જેસવાલ સામે લેખિત ફરિયાદ આપવામાં આવી છે. મૃતક શબ્બીર કારીગરે  તેના મિત્રો થકી ગોધરાના શોએબ ઇકબાલ મેમન પાસેથી જરૂર હોય વ્યાજે પૈસા લીધા હતા અને તેના વ્યાજ પેટે 30 ટકા વ્યાજ વસુલવામાં આવતું હોવાનું મૃતકના પરિવારોનો આક્ષેપ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ રાજયમાં પોલીસની મુહિમ બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ, ભાવનગરના શિહોરમાં વ્યાજખોરોનો પરિવાર પર હુમલો

આ પણ વાંચોઃ મહેસાણામાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્ વડનગરનો યુવાન વ્યાજખોરોના ત્રાસથી થયો ગુમ હેમંત પ્રજાપતિ વ્યાજખોરોના ત્રાસથી ચિઠ્ઠી લખી ગુમ યુવાન આત્મહત્યા કરવા જતો

આ પણ વાંચોઃ વડોદરામાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત રિક્ષાચાલકે વ્યાજખોરના ત્રાસથી ફિનાઇલ પીધું આજવારોડ રહેતા સમીર શેખે કર્યો આપઘાતનો પ્રયાસ પૈસા પરત કરી દીધા હોવા છતાં ત્રાસ યથાવત હતો