Not Set/ અંતિમ ૨ વન-ડે માટે ભારતીય ટીમનું એલાન, આ સ્ટાર પ્લેયર્સ થયો બહાર

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ૫ મેચની શ્રેણીની અંતિમ બે વન-ડે માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. જાહેર કરવામાં આવેલી ૧૫ સભ્યોની ટીમમાં સ્પિનર અક્ષર પટેલની વાપસી થઈ છે જયારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અક્ષર પટેલ સિરીઝની શરૂઆત પહેલા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને પહેલા […]

Sports
download 16 2 અંતિમ ૨ વન-ડે માટે ભારતીય ટીમનું એલાન, આ સ્ટાર પ્લેયર્સ થયો બહાર

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ૫ મેચની શ્રેણીની અંતિમ બે વન-ડે માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. જાહેર કરવામાં આવેલી ૧૫ સભ્યોની ટીમમાં સ્પિનર અક્ષર પટેલની વાપસી થઈ છે જયારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

download 17 2 અંતિમ ૨ વન-ડે માટે ભારતીય ટીમનું એલાન, આ સ્ટાર પ્લેયર્સ થયો બહાર

મહત્વનું છે કે, અક્ષર પટેલ સિરીઝની શરૂઆત પહેલા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને પહેલા રમાયેલી ત્રણ મેચમાંથી બહાર થઇ ગયો હતો.

ભારતીય ટીમ ૫ મેચની વનડે સિરીઝમાં ૩-૦ થી અજેય લીડ મેળવી સિરીઝ પોતાના નામે કરી ચુકી છે. ચોથી વન-ડે બેંગ્લોરમાં ૨૮ સપ્ટેમ્બરે અને પાંચમી અને અંતિમ વનડે મેચમાં એક ઓક્ટોબરે નાગપુરમાં રમાશે.

જાહેર કરવામાં આવેલ ભારતીય ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), લોકેશ રાહુલ, મનીષ પાંડે, કેદાર જાધવ, અજિંક્ય રહાણે, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, મોહમ્મદ શામી અને અક્ષર પટેલ.