Not Set/ અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’ નું શૂટિંગ થશે UK, ઓગષ્ટથી શરૂ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘બેલ બોટમ‘ ને કારણે સતત ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા જ નિર્માતાઓએ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીનાં નામની ઘોષણા કરી હતી. આ પછી, આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવવા જઇ રહેલ વાણી કપૂરે પણ પોતે સત્તાવાર એકાઉન્ટ પર અક્ષય કુમાર સાથે ફોટા શેર કરીને સમાચારની પુષ્ટિ કરી છે. થોડા સમય […]

Uncategorized
2b5001d6c1804264df30beaff4bed3c5 અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ' નું શૂટિંગ થશે UK, ઓગષ્ટથી શરૂ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ બેલ બોટમને કારણે સતત ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા જ નિર્માતાઓએ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીના નામની ઘોષણા કરી હતી. આ પછી, આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવવા જઇ રહેલ વાણી કપૂરે પણ પોતે સત્તાવાર એકાઉન્ટ પર અક્ષય કુમાર સાથે ફોટા શેર કરીને સમાચારની પુષ્ટિ કરી છે. થોડા સમય પહેલા અક્ષય કુમારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે ખુલાસો કર્યો છે કે વાણી કપૂર સિવાય પણ ઘણા વધુ કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે.

આ ફોટો શેર કરતાં અક્ષય કુમારે ફિલ્મનાં શૂટિંગને લઇને ખુલાસો કર્યો છે. અભિનેતાએ કેપ્શનમાં લખ્યું કે, ‘અમે બધું સારું કરવા જઈ રહ્યા છીએ. કામ પર પાછા ફરવાનો આ સમય છે. બેલ બોટમ માટે શૂટિંગ આવતા મહિને શરૂ થવા જઈ રહ્યું છે. આ ફોટામાં અક્ષય સાથે જેકી ભાગનાની, લારા દત્તા, વાણી કપૂર અને હુમા કુરેશી જોવા મળી રહ્યા છે. રણજિત એમ તિવારી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ ખૂબ પહેલા શરૂ થવાનું હતું. પરંતુ કોરોના વાયરસનાં કારણે લોકડાઉન થયા બાદ તેનું શૂટિંગ બંધ કરાયું હતું. લોકડાઉન વચ્ચે ફિલ્મ નિર્માતાઓ અને મેકર્સ દ્વારા સ્ક્રિપ્ટ પર પણ કામ કરવામાં આવ્યું હતું અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારંવાર તેની ચર્ચા કરવામાં આવી હતી.

તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે અક્ષય કુમાર બેલ બોટમનાં શૂટિંગ માટે જુલાઈ મહિનામાં લંડન જશે. જોકે, ખુદ અભિનેતાએ પુષ્ટિ આપી છે કે ફિલ્મનું શૂટિંગ જુલાઈમાં નહીં પણ ઓગસ્ટમાં શરૂ થશે. આ ફિલ્મ સિવાય અક્ષય કુમાર ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની નિર્દેશક ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરિના કૈફ અક્ષયની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. તાજેતરમાં જ અક્ષયની ફિલ્મ લક્ષ્મી બોમ્બનું પોસ્ટર પણ રિલીઝ થયું છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર એન્ટ્રી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.