Not Set/ અખિલેશ-રાહુલની સભામાં પોસ્ટરમાં, ‘કરણ-અર્જુન આ ગયે, મોદી તો ગયો’

નવી દિલ્હીઃ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં વિરોધ કૉંગ્રેસ પર નિશાન સાધી રહ્યા હતા ત્યારે મેરઠમા સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસની સંયુક્ત સભામાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી મોદી પર નિશાન સાધી રહ્યા હતા. યૂપીમાં પહેલા તબક્કાનું મતદાન 11 ફેબ્રુઆરીના રોજ છે. અને મેરઠમાં પણ તે જ દિવસે વોટિંગ થવાનું છે. એટલા માટે જ અહીં ચૂટણી […]

India
અખિલેશ-રાહુલની સભામાં પોસ્ટરમાં, 'કરણ-અર્જુન આ ગયે, મોદી તો ગયો'

નવી દિલ્હીઃ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં વિરોધ કૉંગ્રેસ પર નિશાન સાધી રહ્યા હતા ત્યારે મેરઠમા સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસની સંયુક્ત સભામાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી મોદી પર નિશાન સાધી રહ્યા હતા.

યૂપીમાં પહેલા તબક્કાનું મતદાન 11 ફેબ્રુઆરીના રોજ છે. અને મેરઠમાં પણ તે જ દિવસે વોટિંગ થવાનું છે. એટલા માટે જ અહીં ચૂટણી પ્રચાર ચરમસીમાએ છે.  શુક્રવારે અમિત શાહ રેલી બાદ શનિવારે પ્રધાનમંત્રીએ મોદીની સભા થઇ હતી. આજે રાહુલ ગાંધી અને અખિલેશની જોડી લોકોને આકર્ષવા માટે પહોંચી હતી.

આ સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદીજી આવીને ક્રોધ ફેલાવે છે. અંહી એ મેસેજ જવો જોઇએ કે, પ્રદેશમાં નફરત ના ફેલાવી જોઇએ. મોદીજી અમે કહેવા માંગીએ છીએ કે, અમે યૂપી સાથે ઉભા છીએ. તેને તોડી ના શકાય.

અખિલેશ યાદવે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ SCAM ની જે પરિભાષા આપી હતી તે મને હેરાન કરનાર છે. કેમ કે, તેમા માયાવતીનું પણ નામ હતું. તેમા માયાવતીનું નામ કેમ સામેલ કરવામાં આવ્યું કેમ કે,  બીજેપી  ત્રણ વાર યૂપીમાં તેના સહયોગથી સરકાર બનાવી ચૂક્યા છે.

સપા અને કૉંગ્રેસના કાર્યકર્તા ‘યૂપ કો યે સાથ પસંદ હૈ’ ના સૂત્રો લખેલી તખ્તતી અને બેનર લઇને આવ્યા હતા. આ સિવાય ઘણા બેનર પર અખિલેશ અને રાહુલને કરણ અને અર્જુનની જોડી તરીકે રજૂ કરવામાં આવ્યા છે. આવા જ એક બેનર પર લખવામાં આવ્યું હતું કે, ‘કરણ અર્જુન આ ગયે, મોદી તો ગયો’