Not Set/ અજબ-ગજબ/ લોકડાઉનમાં પિયરમાં ફસાયેલી પત્નિનાં વિયોગમાં પતિએ કરી આત્મહત્યા

દેશમાં લોકડાઉન વચ્ચે ઉત્તરપ્રદેશનાં ગોંડાથી અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લોકડાઉનને કારણે પત્નીથી દૂર રહેલા એક વ્યક્તિએ પંખાથી લટકીને જીવ ટૂકાવ્યું છે. જણાવી દઇએ કે, આ શખ્સની પત્ની ગત દિવસોમાં પિયરમાં ગઈ હતી. તે દરમિયાન લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી અને તેણી પિયરમાં ફસાઈ ગઈ હતી. પતિ પત્નીથી અંતર સહન ન કરી શક્યો અને […]

India

દેશમાં લોકડાઉન વચ્ચે ઉત્તરપ્રદેશનાં ગોંડાથી અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લોકડાઉનને કારણે પત્નીથી દૂર રહેલા એક વ્યક્તિએ પંખાથી લટકીને જીવ ટૂકાવ્યું છે. જણાવી દઇએ કે, આ શખ્સની પત્ની ગત દિવસોમાં પિયરમાં ગઈ હતી. તે દરમિયાન લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી અને તેણી પિયરમાં ફસાઈ ગઈ હતી. પતિ પત્નીથી અંતર સહન ન કરી શક્યો અને તેણે આત્મહત્યા કરી લીધી. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે, તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના વાયરસનાં ચેપનાં સંક્રમણને રોકવા માટે ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે જ્યા છે તે ત્યાં જ રહે. લોકડાઉનનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે. દરમિયાન, ગોંડા જિલ્લાનાં કોતવાલી નગર પોલીસ સ્ટેશનનાં રાધા કુંડ વિસ્તારમાં રાકેશ સોની (32) એ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

ઇન્સ્પેક્ટર-ઇન્ચાર્જ આલોક રાવના જણાવ્યા મુજબ, પ્રથમ બનાવની માહિતી મુજબ, મૃતકની પત્ની ગતરોજ માતાના ઘરે ગઈ હતી અને તાળાબંધીના કારણે ત્યાંથી આવવા અસમર્થ રહી હતી. પત્નીના જુદાઈને રાકેશ સહન કરી શક્યો નહીં. તેણે ઘરે જ ફાંસી લગાવી. પોલીસે મૃતકની લાશને કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.