Not Set/ અજય દેવગનનાં ઘરમાં છવાયો માતમ, પરિવારનાં એક સભ્યએ લીધો અંતિમ શ્વાસ

  અજય દેવગનએ ટ્વીટ કરીને તેમના ભાઈ અનિલ દેવગનનું નિધન થયું હોવાની માહિતી આપી છે. અજય દેવગને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘ગઈકાલે રાત્રે મેં મારા ભાઈ અનિલ દેવગનને ખોઇ દીધો. તેના મૃત્યુએ અમારા કુટુંબને તોડી દીધા છે. હું અને એડીએફએફ દરરોજ તેમની હાજરીને રોજ મિસ કરીશુ. રોગચાળાને લીધે, અમે કોઈ વ્યક્તિગત પ્રાર્થના સભાનું આયોજન […]

Uncategorized
7422d3d9b24a0baaa66f8e5263700edc અજય દેવગનનાં ઘરમાં છવાયો માતમ, પરિવારનાં એક સભ્યએ લીધો અંતિમ શ્વાસ
 

અજય દેવગનએ ટ્વીટ કરીને તેમના ભાઈ અનિલ દેવગનનું નિધન થયું હોવાની માહિતી આપી છે. અજય દેવગને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘ગઈકાલે રાત્રે મેં મારા ભાઈ અનિલ દેવગનને ખોઇ દીધો. તેના મૃત્યુએ અમારા કુટુંબને તોડી દીધા છે. હું અને એડીએફએફ દરરોજ તેમની હાજરીને રોજ મિસ કરીશુ. રોગચાળાને લીધે, અમે કોઈ વ્યક્તિગત પ્રાર્થના સભાનું આયોજન નથી કરી રહ્યા. આ રીતે અજય દેવગનને તેના ભાઈનાં અવસાનનાં દુઃખદ સમાચાર શેર કર્યા છે.

અજય દેવગનનાં ચાહકો આ ટ્વિટ પર સંવેદના વ્યક્ત કરી રહ્યા છે અને મુશ્કેલ સમયમાં તેમને દીલાસો આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું છે, ‘ભગવાન અનિલ સરની આત્માને શાંતિ આપે. ભગવાન તમને અને તમારા પરિવારને આ આંચકો સહન કરવાની શક્તિ આપે… મારી સંવેદના તમારી સાથે છે. જણાવી દઇએ કે, વીરુ દેવગનનાં પિતા અને બોલિવૂડ સ્ટંટ ડાયરેક્ટરનું ગયા વર્ષે અવસાન થયું હતું. વીરૂ દેવગનનું 27 મે, 2019 નાં રોજ અવસાન થયું હતું. તેના પિતાની પ્રથમ વર્ષગાંઠ પર, અજય દેવગને પણ તેમના માટે ભાવનાત્મક પોસ્ટ લખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.