Basant Panchami 2023/ અદ્ભુત છે વસંત પંચમીનો તહેવાર, આ વખતે બનશે એક અનોખો સંયોગ, માતા સરસ્વતીને પ્રસન્ન કરવા આ રીતે કરો આરાધના

વસંત પંચમીના દિવસે મા સરસ્વતીને ભોગ તરીકે પીળા ચોખા ચઢાવવાનું વિધાન છે. કહેવાય છે કે મા સરસ્વતીને મીઠા પીળા ચોખા અર્પણ કરવાથી મા સરસ્વતી જલ્દી પ્રસન્ન થઈ જાય છે

Dharma & Bhakti
Vasant Panchami

Vasant Panchami: વસંત પંચમી એટલે શિયાળાની વિદાયનો સમય છે. આ દિવસ એ વાતનું પ્રતિક છે કે ઋતુરાજ વસંતના આગમન પછી ઉનાળો આવશે. આ વર્ષે વસંત પંચમી 26 જાન્યુઆરી 2023, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે આપણે પ્રજાસત્તાક દિવસ પણ ઉજવીશું. આ વખતે એક અનોખો સંયોગ બની રહ્યો છે, પ્રજાસત્તાક દિને અને વસંત પંચમી એક દિવસે જ ઉજવાશે.

વસંત પંચમી(Vasant Panchami)ના દિવસે મા સરસ્વતીને ભોગ તરીકે પીળા ચોખા ચઢાવવાનું વિધાન છે. કહેવાય છે કે મા સરસ્વતીને મીઠા પીળા ચોખા અર્પણ કરવાથી મા સરસ્વતી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોને વરદાન આપે છે. આજે ભારતના મોટાભાગના ઘરોમાં વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની ખૂબ જ ધામધૂમથી પૂજા કરવામાં આવે છે.

આ દિવસે (Vasant Panchami) દેવી સરસ્વતીને પીળા રંગનું ભોજન અર્પણ કરવામાં આવે છે. આમાં પણ મોટાભાગે મીઠા પીળા ચોખા મા સરસ્વતીને અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીને પીળા રંગના ચોખા ખૂબ પ્રિય હતા. આ કારણથી આ દિવસે માતાને પીળા મીઠા ચોખા અર્પણ થાય છે.

એક એવી પણ માન્યતા છે કે વસંત પંચમીના દિવસે અઢીથી ત્રણ વર્ષના બાળકોની જીભ પર ચાંદીની પેન અથવા દાડમના લાકડાની પેનથી ‘ઓમ’ લખવાથી બાળક બુદ્ધિશાળી બને છે અને જીવનમાં દરેક પ્રકારની સફળતા પ્રાપ્ત કરે છે.

એટલુ જ નહીં વસંત પંચમીને જ્ઞાન પંચમીના નામથી પણ ઓળખવામાં આવે છે. જ્ઞાન પંચમીના દિવસે જ્ઞાન અને કળાની દેવી સરસ્વતીને તેમના પ્રિય ફૂલ ચઢાવવાથી માતાજી પ્રસન્ન થાય છે. મા સરસ્વતી ખૂબ જ શાંત અને સૌમ્યતાની મૂર્તિ છે. માટે માતાને પ્રસન્ન કરવા માટે સફેદ કે પીળા ફૂલ ચઢાવવામાં આવે છે. સફેદ ગુલાબ, સફેદ કનેર, ચંપા અને મેરીગોલ્ડના ફૂલોથી માતા પ્રસન્ન થાય છે. એટલુ જ નહીં  માતા સરસ્વતીને ભેટ તરીકે ચમેલીની માળા પણ ચઢાવવામાં આવે છે.

કહેવાય છે કે વસંત પંચમીનો સંર્પુણ દિવસ શુભ હોય છે એટલે કે આ દિવસે કોઇ પણ મુર્હત જોવાની જરૂર પડતી નથી. કોઇ પણ શુભ કાર્ય મુર્હત જોયા વગર કરી શકાય છે. માટે જ વસંત પંચમીના દિવસને લગ્ન પ્રસંગ માટે વધુ શુભ માનવામાં આવે છે. વણ જોયેલા મુર્હતમાં યુગલ ગમે ત્યારે પ્રભુતામાં પગલા પાડી શકે છે. વસંત પંચમીને પ્રેમનો દિવસ પણ કહેવાય છે.