Not Set/ અનુષ્કાનો કરણ જોહર પર ખોટી રીતે સ્પર્શ કર્યાનો આરોપ, કરણે તેને આકર્ષણ ગણાવ્યુ

મુંબઇઃ અભિનેત્રી અનુષ્કા શર્માએ ફિલ્મ સર્જક કરણ જોહર પર છેડતીઓ આરોપ લગાવ્યો છે. અનુષ્કાએ આ ખુલાસો બીજે ક્યાંય નહિ પણ કરણના શો ‘કોફી વીથ કરણ’  માં કર્યો હતો. પોલ પકડાઇ જતા કરણ ડઘાઇ ગયો હતો. અનુષ્કાએ કેટરિના કૈફ સાથે આ ચેટ શોમાં હાજરી આપી હતી. કેટરિનાએ પોતે અક્ષય કુમાર અને અર્જુન કપૂરને  ભાઇ બનવાની વિનંતી […]

Uncategorized

મુંબઇઃ અભિનેત્રી અનુષ્કા શર્માએ ફિલ્મ સર્જક કરણ જોહર પર છેડતીઓ આરોપ લગાવ્યો છે. અનુષ્કાએ આ ખુલાસો બીજે ક્યાંય નહિ પણ કરણના શો ‘કોફી વીથ કરણ’  માં કર્યો હતો. પોલ પકડાઇ જતા કરણ ડઘાઇ ગયો હતો.

અનુષ્કાએ કેટરિના કૈફ સાથે આ ચેટ શોમાં હાજરી આપી હતી. કેટરિનાએ પોતે અક્ષય કુમાર અને અર્જુન કપૂરને  ભાઇ બનવાની વિનંતી કરી હતી એ ઘટના વર્ણવી હતી

પોતાનો વારો આવતાં અનુષ્કાએ કરણ પર આક્રમણ કરતાં કહ્યું કે યે દિલ હૈ મુશ્કિલ બનાવતી વખતે તું મને ગમે ત્યારે ગમે ત્યાં સ્પર્શ કરી લેતો હતો એ હકીકત મારા ધ્યાનમાં હતી પરંતુ હું સૌની સામે તને સંકોચજનક સ્થિતિમાં મુકવા માગતી નહોતી એટલે મૂગી રહી હતી.

બીજી ક્ષણે કરણ આ સાંભળીને ડઘાઇ ગયો હતો. પોતાની ભૂલ પકડાઇ ગઇ હતી એ કરણને સમજાઇ ગયું હતું. જો કે કરણે પોતાના બચાવમાં એવું બહાનું કાઢ્યું હતું કે હું તારી તરફ આકર્ષાયો હતો એટલે કદાચ આવા સ્પર્શ મારાથી થઇ ગયા હશે. વાતને વાળી લેતાં અનુષ્કાએ કહ્યું કે તારા આ જવાબને હું મારી પ્રશંસા તરીકે લઉં છું. તેં મને બિરદાવી છે એવું માની લઉં છું.