Not Set/ અમદાવાદઃ NGO અને APMC એ સંયુક્ત રીતે ફ્રીમાં ફ્રુટ અને શાકભાજીનું કર્યું વિતરણ

અમદાવાદઃ ખાનપુર રાયપલ ક્લબ ખાતે હેલ્પિંગ હેન્ડ અને APMC માર્કેટના વેપારીઓએ નિશુલ્ક ફુડ અને શાકભાજીના વિતરણનું આયોજન કર્યું હતું. જેમા આમો લોકોની શાકભાજી લેવા માટે પડપડી થતા પોલીસને બોલાવી પડી હતી. મધ્યમ વર્ગને મદદ કરવા માટે  15 ફ્રુટ અને 12 ટન શાકભાજી ખેડુતો પાસેથી ખાસ ખરીદી કરવામાં આવી હતી. હેલ્પિંગ હેન્ડ NGO અને APMC દ્વારા […]

Uncategorized
harnish patel shot dead 650 650x400 81488610112 1 અમદાવાદઃ NGO અને APMC એ સંયુક્ત રીતે ફ્રીમાં ફ્રુટ અને શાકભાજીનું કર્યું વિતરણ

અમદાવાદઃ ખાનપુર રાયપલ ક્લબ ખાતે હેલ્પિંગ હેન્ડ અને APMC માર્કેટના વેપારીઓએ નિશુલ્ક ફુડ અને શાકભાજીના વિતરણનું આયોજન કર્યું હતું. જેમા આમો લોકોની શાકભાજી લેવા માટે પડપડી થતા પોલીસને બોલાવી પડી હતી. મધ્યમ વર્ગને મદદ કરવા માટે  15 ફ્રુટ અને 12 ટન શાકભાજી ખેડુતો પાસેથી ખાસ ખરીદી કરવામાં આવી હતી.

હેલ્પિંગ હેન્ડ NGO અને APMC દ્વારા નિશુલ્ક શાકભાજી વિતરણની જાહેરાત કરવામાં આવી હતી. જેને જોતા ખાનપુર રાયફલ ક્લબ ખાતે 3 કિમી લાંબી લાઇનો જોવા મળી હતી. ફ્રીમાં શાકભાજી લેવા માટે લોકો દ્વારા ઝપાઝપી પણ કરવામાં આવી હતી. જેથી ફ્રુટ અને શાકભાજીનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે બચેલા ફ્રુટને  વી.એસ હોસ્પિટલના દર્દીઓને વહેચી દેવામાં આવશે. બીજી તરફ લોકોના ટોળાને કાબૂમાં લેવા માટે શાહપુર પોલીસને બોલાવી પડી હતી. જે ટોળાને કાબૂમાં લેવમાં નિષ્ફળ જતા ખાનગી બાઉન્સરોને બોલાવા પડ્યા હતા.