Not Set/ અમદાવાદના જમાલપુરમાં કુદરત નો કહેર , 24 દિવસમાં 66 લોકોના મોતની સાથે આખા વિસ્તારમાં હાહાકાર

અમદાવાદમાં લોકડાઉન લાગુ થયા બાદ તેની સૌથી ખરાબ પરિસ્થિતિ જમાલપુર વિસ્તારમાં જોવા મળી રહી છે.જમાલપુરમાં મોટા ભાગે છિપા જમાતની વસતી સૌથી વધારે વસવાટ કરે છે.અને છિપા જમાત દ્વારા કુદરતી મોત તેમજ કોરોના વાયરસની અસરથી મૃત્યુ પામેલા લોકોની આકંડા કીય માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં એપ્રિલ માસમાં જ માત્ર 24 દિવસમાં 66 લોકોના મોત થયા […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં લોકડાઉન લાગુ થયા બાદ તેની સૌથી ખરાબ પરિસ્થિતિ જમાલપુર વિસ્તારમાં જોવા મળી રહી છે.જમાલપુરમાં મોટા ભાગે છિપા જમાતની વસતી સૌથી વધારે વસવાટ કરે છે.અને છિપા જમાત દ્વારા કુદરતી મોત તેમજ કોરોના વાયરસની અસરથી મૃત્યુ પામેલા લોકોની આકંડા કીય માહિતી જાહેર કરવામાં આવી છે.

જેમાં એપ્રિલ માસમાં જ માત્ર 24 દિવસમાં 66 લોકોના મોત થયા છે. જેમાં 36 મહિલાઓ છે જયારે 30 પુરુષોનો સમાવેશ થયો છે.મૃતકોમાં મોટા ભાગે વૃદ્ધ વય ની વ્યક્તિઓ છે.સાથે જો આંકડા કીય માહિતી પરથી જોવામાં આવે તો મૃતકોને મોટા ભાગે પહેલાથી તેમને ડાયાબિટીસ,બ્લડ પ્રેશર સહિતની ગંભીર બીમારીઓ હતી. અને લોક ડાઉન ,કર્ફ્યુ ,અત્યંત ગરમીના બફારા અને કોરોના વાઇરસની ચિંતા ના કારણે તમામના મોત થયા.તો બીજી તરફ કેટલાક મૃતકો એવા પણ હતા કે જેમનું મૃત્યુ કોરોના ના લીધે થયું હોય તેવું પણ જાણવા મળેલ છે.

જયારે કોઈ યુવાન વ્યક્તિનું કોરોના વાયરસ કે પછી કુદરતી રીતે મોત થયું હોય તેવો કોઈ કિસ્સો હજી સુધી સામને આવ્યો નથી.

એક જ વિસ્તારમાં માત્ર 24 દિવસમાં 66 લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ભારે હાહાકારની સાથે અરેરાટી ફેલાઈ ગઈ છે.

નીચે મૃતકોની આકંડા કીય માહિતી આપવામાં આવી છે.જે જમાલપુર વિસ્તારના છિપા જમાત દ્વારા જાહેર કરાઈ છે.

1.  02/04/2020 ઝુબેદાબીબી ઉ.75 જમાલપુર
2.  02/04/2020 સુગરા બીબી ઉ.66 જમાલપુર
3.  04/04/2020 યાસીન ભાઈ ઉ. 67 જમાલપુર
4.  05/04/2020 શાયરા બીબી ઉ.55 જમાલપુર
5.  05/04/2020 આયેશા બીબી ઉ.72 જમાલપુર
6.  07/04/2020 રશીદા બીબી ઉ.55 જમાલપુર
7.  08/04/2020 ઈરફાન ભાઈ ઉ.48 જમાલપુર
8.  08/04/2020 અસ્લમ ભાઈ ઉ.63 જમાલપુર
9.  09/04/2020 શાયરા બીબી ઉ.86 જમાલપુર
10.09/04/2020 જમીલા બીબી ઉ.60 જમાલપુર
11.10/04/2020 રશીસા બીબી  ઉ.59 જમાલપુર
12.11/04/2020 રઇશા બીબી ઉ.64 જમાલપુર
13.11/04/2020 ઝુબેદા બીબી ઉ.58 જમાલપુર
14.11/04/2020 મહેમૂદ ભાઈ ઉ.75 જમાલપુર
15.12/04/2020 જેનબ બીબી ઉ.82 જમાલપુર
16.12/04/2020 યાસીન ભાઈ ઉ.55 જમાલપુર
17.13/04/2020 આસિફ ભાઈ ઉ.31 શાહ આલમ
18.14/04/2020 સુગરા બાનું  ઉ.77 બહેરામપુરા
19.15/04/2020 અહમેદ ભાઈ ઉ.85 જમાલપુર
20.16/04/2020 મહેરુનીશા ઉ.66 જમાલપુર
21.16/04/2020 જુંબેદા બીબી ઉ.85 જમાલપુર
22.17/04/2020 યાસીન ભાઈ ઉ.55 જમાલપુર
23.17/04/2020 ડો.સાબિર ભાઈ ઉ.69 જમાલપુર
24.17/04/2020 રાબિયા બીબી ઉ.75 જમાલપુર
25.17/04/2020 હનીફા બીબી ઉ.70 જમાલપુર
26.18/04/2020 યુનુશ ભાઈ ઉ.56 જમાલપુર
27.18/04/2020 સાબિર ભાઈ ઉ.62 જમાલપુર
28.18/04/2020 અબ્દુલ રહેમાન ઉ.96 જમાલપુર
29.18/04/2020 રહેમત બીબી ઉ.85 જમાલપુર
30.18/04/2020 રઇશા બીબી ઉ.53 જમાલપુર
31.18/04/2020 ઝુબેર ભાઈ ઉ.75 જમાલપુર
32.18/04/2020 રહેમત બીબી ઉ.86 જમાલપુર
33.19/04/2020 રાબિયા બાનું ઉ.65 જમાલપુર
34.19/04/2020 શબાના બાનું ઉ.43 જમાલપુર
35.19/04/2020 અયુબ ભાઈ ઉ.69 જમાલપુર
36.19/04/2020 રાબિયા બીબી ઉ.80 જમાલપુર
37.19/04/2020 આબેદાબાનું ઉ.69 જમાલપુર
38.20/04/2020 અયુબ ભાઈ ઉ.68 જમાલપુર
39.20/04/2020 મેમુના બીબી ઉ.74 જમાલપુર
40.20/04/2020 ગફુર ભાઈ ઉ.80 જમાલપુર
41.20/04/2020 આરેફા બાનું ઉ.48 જમાલપુર
42.20/04/2020 ઇકબાલ ભાઈ ઉ.70 જમાલપુર
43.21/04/2020 મોં.હનીફ ભાઈ ઉ.65 જમાલપુર
44.21/04/2020 નૂર જહાં બીબી ઉ.72 જમાલપુર
45.21/04/2020 હસીના બીબી ઉ.65 જમાલપુર
46.21/04/2020 ખેરૃનીશા બીબી ઉ.70 જમાલપુર
47.21/04/2020 ઝુબેદા બીબી ઉ.70 જમાલપુર
48.21/04/2020 સુગરા બીબી  ઉ.77 જમાલપુર
49.21/04/2020 હનીફા બીબી ઉ.82 જમાલપુર
50.21/04/2020 સલીમ ભાઈ ઉ.57 જમાલપુર
51.22/04/2020 હનીફા બીબી ઉ.70 જમાલપુર
52.22/04/2020 અબ્દુલ કયુમ ઉ.59 જમાલપુર
53.22/04/2020 રફીક ભાઈ ઉ.51 જમાલપુર
54.22/04/2020 ફરીદ ભાઈ ઉ.72 જમાલપુર
55.23/04/2020 અહેમદ ભાઈ ઉ.60 જમાલપુર
56.23/04/2020 યુનુશ ભાઈ ઉ.60 જમાલપુર
57.23/04/2020 ફરીદ ભાઈ ઉ.87 જમાલપુર
58.23/04/2020 હાજી મોહમ્મદ ભાઈ ઉ.80 જમાલપુર
59.23/04/2020 હલીમા બીબી ઉ.63 જમાલપુર
60.23/04/2020 ફાતિમા બીબી ઉ.67 જમાલપુર
61.23/04/2020 મોં.શરીફ ઉ.86 જમાલપુર
62.24/04/2020 યુનુશ ભાઈ ઉ.60 જમાલપુર
63.24/04/2020 હુસેન ભાઈ ઉ.73 જમાલપુર
64.24/04/2020 રાબિયા બીબી ઉ.60 જમાલપુર
65.24/04/2020 હાજી ભાઈ ઉ.60 જમાલપુર
66.24/04/2020 નૂર જહાં બીબી 69 જમાલપુર

જીવલેણ બનેલા કોરોના વાયરસે ભારતમાં પગ પેસારો કર્યા બાદ તેના આતંકને ફેલાતા અટકાવવા માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં લોક ડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે દેશમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તો બીજી આ તરફ આ લોકડાઉન ના કારણે  બીજા દેશો ની સરખામણી કરતા ભારતમાં કોરોના વાયરસનો કહેર ઓછો જોવા મળી રહ્યો છે.અને લોકોએ કોરોના વાયરસથી બચવા માટે લોક ડાઉન નું પાલન કરવું જોઈએ.

તેમજ પોતાના ઘરના વડીલો અને બાળકોની પૂરતી તકેદારી અને કાળજી રાખવી જોઈએ, તો જ આ બીમારીથી લોકો બચી શકશે.

@રિઝવાન શેખ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.