Not Set/ અમદાવાદ/ આજથી આ નિયમો લાગુ પડશે, AMCએ બહાર પાડ્યો પરિપત્ર…

સતત ધબકતુ રહેતું એવા અમદાવાદ શહેરના શ્વાસ કોરોના વાઇરસે છેલ્લા બે મહિના થી થંભાવી દીધા હતા. પરંતુ આખરે હવે લાંબા અંતરાલ બાદ અમદાવાદમાં ફરી પ્રાણ ફૂંકાવા જઈ રહ્યોછે. હવે અમદાવાદના રસ્તાઓ પર વાહનો દોડતા જોવા મળ્યા હતા. તો અનેક વિસ્તારોમાં દુકાનો પણ શરૂ થઈ હતી.  ત્યારે આજે અમદાવાદ મનપા એ મહત્વના નિર્ણયો લીધા છે. અને […]

Ahmedabad Gujarat
6e992b8ad354cae3bedc8a1562983119 અમદાવાદ/ આજથી આ નિયમો લાગુ પડશે, AMCએ બહાર પાડ્યો પરિપત્ર...
6e992b8ad354cae3bedc8a1562983119 અમદાવાદ/ આજથી આ નિયમો લાગુ પડશે, AMCએ બહાર પાડ્યો પરિપત્ર...

સતત ધબકતુ રહેતું એવા અમદાવાદ શહેરના શ્વાસ કોરોના વાઇરસે છેલ્લા બે મહિના થી થંભાવી દીધા હતા. પરંતુ આખરે હવે લાંબા અંતરાલ બાદ અમદાવાદમાં ફરી પ્રાણ ફૂંકાવા જઈ રહ્યોછે. હવે અમદાવાદના રસ્તાઓ પર વાહનો દોડતા જોવા મળ્યા હતા. તો અનેક વિસ્તારોમાં દુકાનો પણ શરૂ થઈ હતી.  ત્યારે આજે અમદાવાદ મનપા એ મહત્વના નિર્ણયો લીધા છે. અને એક પરિપત્ર બહાર પાડ્યો છે. અમદાવાદમાં કોરોનાની ખરાબ પરિસ્થિતિને કારણે તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. અને આ માટે મનપાએ 7 નિર્ણયો લીધા છે. આ તમામ નિર્ણયો આજથી અમલી બની જશે.

મદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગની દુકાનો સવારના 8થી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. શોપિંગ કોમ્પલેક્ષમાં ઓડ –ઇવન પદ્ધતિ પ્રમાણે દુકાન ખુલ્લી રાખી શકાશે. તો છૂટી છવાઈ દુકાનો હશે તે પણ ખુલ્લી રાખી શકાશે.. અને 2-3 દુકાનો ભેગી મળીને એક દુકાન બનાવી હશે તો તેને એકી નંબર ગણવામાં આવશે. ફેરિયાઓમાં માત્ર શાકભાજી અને ફળનાં ફેરિયાઓ કામ ધંધો કરી શકશે. બીજા ફેરિયાઓ પશ્ચિમ વિસ્તારમાં પણ ધંધો નહીં કરી શકે.

દુકાનો ખોલતી વખતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે અને પાંચથી વધારે વ્યક્તિઓને પ્રવેશ આપી શકાશે નહીં. દુકાનનાં લોકો અને ગ્રાહકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. અને માસ્ક નહીં પહેરો તો 200 રૂપિયાનું દંડ કરવામાં આવશે. અને જેટલી વખત માસ્ક વગર ફરશે તેટલી વખત દંડ કરવામાં આવશે. દુકાનદારો નિયમોનું પાલન નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને દુકાનો બંધ પણ કરી દેવામાં આવશે.

પૂર્વમાં રહેતાં અને પશ્ચિમ વિસ્તારમાં ધંધો-રોજગાર કરતાં વ્યક્તિઓ પોતાના ધંધા-રોજગાર માટે પશ્ચિમ વિસ્તારમાં જઈ શકશે. પરંતુ, આવી વ્યક્તિ જો તેઓ કન્ટેનમેન્ટ ઝોન એટલે કે યાદી મુજબના 11 વોર્ડ વિસ્તારમાં રહેતા હોય તો તે બહાર નીકળી શકશે નહીં.

જણાવી દઈએ અમદાવાદમાં કુલ 11 વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં ખાડિયા, દરિયાપુર, શાહપુર, જમાલપુર, અસારવા, દાણીલીમડા, બહેરામપુરા, મણિનગર, સરસપુર, ગુલબાઈ ટેકરા અને ગોમતીપુરનો સમાવેશ કરાયો છે. એટલે કે આ સિવાયના વિસ્તારો નોન-કન્ટેઈન્મેન્ટ ઝોન છે.

કન્ટેનમેન્ટ વોર્ડ સિવાયના પૂર્વ વિસ્તાર વોર્ડ શાહીબાગ, કુબેરનગર, બાપુનગર, ઠક્કરબાપા નગર, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, સરદારનગર, નરોડા, ભાઈપુરા-હાટકેશ્વર, અમરાઈવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, ઇન્દ્રપુરી, ખોખરા, ઈસનપુર, વટવા, લાંભામાં માત્ર આવશ્યક સેવાઓ જેવી શાકભાજી-ફળફળાદિ, મેડિકલ સ્ટોર્સ, કરિયાણાની દુકાન, હોસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રાઈવેટ મેડીકલ પ્રેકટિશનર્સ વિગેરે જ સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી ચાલુ રહેશે..

કન્ટેનમેન્ટ વિસ્તાર માટે નિયમો કડક

માત્ર આવશ્યક સેવાઓ જેવી શાકભાજી-ફળફળાદિ, મેડિકલ સ્ટોર્સ, કરિયાણાની દુકાન, હોસ્પિટલ, નર્સિંગ હોમ, પ્રાઈવેટ મેડીકલ પ્રેકટીશનર વગેરે જ સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં રહેતા કોઈપણ વ્યક્તિ કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર કોઈપણ પ્રકારની અવર-જવર કરી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવીમોબાઇલ એપ્લિકેશન.