ગુજરાત/ સોમવારથી 10879 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

રાજયની 10117 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી,697 ગ્રામ પંચાયતની પેટાચૂંટણી અને 65 ગ્રામ પંચાયતોની વિભાજન, વિસર્જન ચૂંટણી માટે રાજય ચૂંટણી દ્વા ગત 22મી નવેમ્બરના રોજ ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું હતુ

Top Stories Gujarat
Untitled 304 સોમવારથી 10879 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

રાજયમાં  નજીકના જ સમયમાં 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી  થવાની  છે   ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે જયારે 21મી ડિસેમ્બરે મત ગણતરી થશે. ચૂંટણીનો સમય સવારે 7 થી સુધી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. મહત્વની વાત એ છે કે, આ ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે.

ગ્રામ પંચાયતો માટે આગામી 19મી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે આગામી સોમવારે જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. રાજય સરકાર દ્વારા સમરસ થનારી પંચાયતો માટે ગ્રાન્ટની રકમમાં વધારો કરવામાં આવ્યો હોય અનેક ગ્રામ પંચાયત સમરસ થાયતેવી સંભાવના પણ જણાય રહી છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સહિતની ચૂંટણીલક્ષી તમામ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ પછી ઉમેદવારીપત્રો ભરી શકાશે એવી માહિતી સામે આવી છે. તેમજ 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. અને જો  હજુ પણ પુનઃ મતદાનની જરૂર હશે 20 ડિસેમ્બર યોજી શકશે .આ વખતે ચૂંટણીમાં નોટાનો અધિકાર મળશે. જેથી  મતદારો  કોઈ પાર્ટીને મત આપવા  ઇછ્તાં ના હોય તો  નોટા બટન દબાવી શકશે .

આ પણ વાંચો ;જાહેરાત / કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો માટે કરી આ જાહેરાત જાણો…

રાજયની 10117 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી,697 ગ્રામ પંચાયતની પેટાચૂંટણી અને 65 ગ્રામ પંચાયતોની વિભાજન, વિસર્જન ચૂંટણી માટે રાજય ચૂંટણી દ્વા ગત 22મી નવેમ્બરના રોજ ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું હતુ. દરમિયાન આગામી 29મીથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે અને 4 ડિસેમ્બર ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ રહેશે. આ ચૂંટણીમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો છે. જેમાં 1 કરોડ 6 લાખ 46 હજાર પુરૂષો અને અને 1 કરોડ 6850 મહિલા મતદારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો ;કૃષિ આંદોલન / ઓવૈસી અને ભાજપ વચ્ચે છે કાકા-ભત્રીજાનો સંબંધ : રાકેશ ટિકૈત

મહત્વનુ છે કે, ગ્રામ પંચાયત ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. જેમાં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

આ પણ વાંચો ;પરમ વિશિષ્ટ મેડલથી સન્માન / વડોદરાના લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીને રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ પરમ મેડલ એનાયત

ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહીવટી માળખું તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે. જેવી કે, સંપૂર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના, ખાસ રોજગાર યોજના, ઇન્દિરા આવાસ યોજના, ગ્રામીણ સ્વચ્છતા યોજના, ગોકુળ ગ્રામ યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના વગેરે. ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.